પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૧૦૭
 

કંઈક તોડ કાઢવા મને કહ્યું. હું અલાદાદની પાસે ગયો. ધીમે ધીમે ફોસલાવી વાતો કરવા લાગ્યો. “ભાઈ ! અલાદાદ આપણે તો ગીરમાં ભેળો દીપડાનો શિકાર કરેલો, પ્રાચીના મેળામાં નિશાન પાડવાની હરીફાઈ કરેલી, બ્રહ્મકુંડના હવનમાં પટ્ટણીઓ સાથે કુસ્તી ખેલેલા : એ જુની વાતો યાદ આવે છે તને ?”

સાંભળી સાંભળીને અલાદાદ નરમ પડ્યો. એણે મને પૂછ્યું “હરભાઈ ! કાલે તમને કાદરબક્ષે શી શી વાતો કરી હતી ! મને કહો. મને એનાં સખૂનો સંભળાવો.”

મેં કહ્યું “ભાઇ ! એણે તો બહુ સમજની વાત કરી હતી. એની વાત ઉપરથી તો અંબારામભાઈ આજ તારા પર નરમ થયા છે. તારા જેવા ખાનદાન સિપાહી માણસ આમ ગાળો કાઢે ને ઉત્પાત કરે તો કાંટીઆં વરણનાં તમામ લોકો એમ જ માને કે અલાદાદ મોતથી બ્હીને વલખાં મારે છે માટે તારે ગંભીર બનવું જોઇએ. થવાનું હશે તે તો થાશે, પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ ડુબાડવાની વાત કરે છે એથી અમને સિપાહીગીરીના ખયાલ વાળાને તો બહુ ખોટું લાગે છે.”

અલાદાદ આવું સાંભળીને પીગળ્યો. એ કહે કે “હરભાઈ ! મારાથી રહેવાતું નથી. મને આમ ઝકડી લીધો છે તેથી શ્વાસ પણ લેવાતો નથી. બાકી તો મારે ઘણી ઘણી વાતો કરવાની છે હો !”

મેં કહ્યું “અલાદાદ ! તેં ડરીને આપઘાત કરવાની નમાલી વાત કાઢી તેનું જ આ પરિણામ છે. હવે જો તું અલ્લાહનાં કસમ ખા કે મને દગો નહિ આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું.”

“હરભાઈ ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે. તે દિ' એને આમ બાંધ્યેા હતો તે વખત પીડા ન સહાતાં એણે પણ મને એમ જ કહેલું કે “તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે.” વાહ મુકદ્દર ! આજ એ દુવા ફળી. ખેર ! હવે તો