પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૨૩
 

પોતાની વેતરણ આદરી દીધી હતી. આ પહેરગીર કોણ હતો ? ગોંડળ તાબે અમરાપર ગામનો કાઠી : નામ ગોલણવાળો : ગોંડળની હદમાં એક ખૂન કરીને ગોલણ આંહી નોકરીમાં પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે “મારે બા'રા નીકળી જાવાનું મન છે. જરૂર પડે તો તેડાવજો !”

ત્રણ મહિને છૂટીને રામ બેવડી દાઝભર્યો બહાર આવ્યો.

"રામને કે'જો, હવે હું થોડા દિ'ની મેમાન છું. એક વાર આવીને મને મળી જાય.”

આઈ રાઠોડબાઈનો આ સંદેશો રામને જુનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું દઇને જુનાગઢમાં ઉપર-કોટની નોકરી લીધેલી ત્યાં એને તેડાવ્યો. રામ સંતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાભળીને અંતરના ઉંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુ:ખ પામતો રામ ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસીને દીકરો દિવસ રાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઇનું જાજરમાન શરીર હવે ફરી વાર ઉભું થાય તેવું નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જુગની કાઠીઆણીનો સાચો ચિતાર આપતાં રાઠોડબાઈ સંસારનાં અનેક વિષ વલોવી વલોવી, પી જઇ, પચાવી, અબોલ જીભે, ગામતરે જતાં હોય તેમ ચાલ્યાં ગયાં. માતાના પીંજરને ભસ્મ કરી રામવાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની બે બહેનો બાબરીઆવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી અને સંસારનું છેલ્લું એક કરજ ચૂકવવાનું–આઈનું કારજ કરવાનું બાકી રહ્યું તેની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો.