પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સોરઠી બહારવટીયા : ૩
 


“ભાઈ ગોલણ !” રામ ચાર પાંચ દિવસે તપાસ કરીને બોલ્યો, “તારી જરૂર પડશે. ઘરમાં વાલની વાળી યે ડોસા પટેલને પ્રતાપે રહી નથી. પણ આપણે કોઈ બચારા બાપડાને નથી કનડવાં. મારવો તો મીર મારવો છે.”

“છે કોઈ ?”

“હા, આખી ગીરની વસ્તીને ઠોલી ખાનારો તાંતણીઆવાળો મકનજી ઠક્કર: ઘીના ડબા ભરીને અમરેલી વેચવા જાય છે. આજ સાંજે આંબીએ."

તે દિવસ સાંજે ચલાળાની સીમમાં ધોળાકુવા પાસે બે ય જણાએ મકનજી ઠક્કરનું ગાડું રોક્યું. ગીરનાં અજ્ઞાન ભોળાં માલધારીઓનું ચૂસેલું લોહી મકનજીના અંગ ઉપર છલકી રહ્યું હતું. મકનજીની પાંચ મણની કાયામાંથી પરસેવાના રેગાડા ચાલ્યા. રામવાળો ઝાઝી પંચાતમાં ન પડ્યો. તરવાર ખેંચીને એટલું જ કહ્યું કે “ જીવતા જાવું હોય તો રૂા. ૧પ૦ રોકડા અને એક ઘીનો ડબો કઢી દે. મારી આઈનું કારજ કરવું છે.”

મકનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો હૈયે હામ હતી કે જીવતા હશું તો રૂા. ૧૫૦ આઠ દિ'માં જ ગીરમાંથી દોહી લેવાશે. ગીર દૂઝે છે ત્યાં સુધી લુવાણા-ખોજાને વાંધો નથી.

ગાડું હાંકીને મકનજી અમરેલીને માર્ગે પડ્યો ને રામગોલણે વાવડીનો કેડો લીધો. બેય પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા.

"બેન માકબાઈ ! આંહી આવ.”

"કેમ રામભાઈ ?”