પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૨૯
 


“રાવણી જઈએ. ત્યાંની હોળી વખાણમાં છે. ઠઠ જામશે. એમાં કોઈ ઓળખશે નહિ. બોકાનીયું ભીડી લેશું.”

એજન્સીની હકુમતના રાવણી ગામને પાદર પૂનમની સાંજે જબ્બર હોળી પ્રગટી છે. કુંડાળું વળીને માણસની મેદની ઉભી છે. ગામલોકો પોતાનાં નાનાં છોકરાંને તેડી હોળી માતાને ફરતા આંટા મારે છે. પાણીની ધારાવાડી દઈને કૈંક માણસો અંદર નાળીએર હોમે છે. એમ થોડીવાર થઈ. ભડકા છૂટી ગયા. છાણાનો આડ લાલ ચટક પકડી ગયો. અને ઘૂઘરી લેવાનો વખત થયો. 'ભાઈ ઘૂઘરી !' એવા હાકલા કરતા લોકો એક બીજાને ધકેલી આગનો ઢગલો ફોળવા ધસે છે, ત્યાં તો ત્રણ બુકાનીદાર જુવાનો લોકોની ભીડ સોંસરવા ધકા મારીને મોખરે નીકળી આવ્યા અને અગ્નિની આકરી ઝાળોને ગણકાર્યા વિના લાકડીઓથી ઢગલેા ફોળી અંદર ઉંડો ભારેલો ભાલીઓ હાથ કર્યો. ભાલીઆમાંથી પહેલ વહેલી ઘૂઘરી એ ત્રણેએ ચાખી. પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા પણ કોઈ ઓળખી શક્યું નહિ. ઈ જણ ક્યાંના ? માળા ભારી લોંઠકા ! એમ થોડીક વાત થઈને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા. લોકો દુહાની હલક ઉપર જામી પડ્યા.

હુતાશણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહાણાને માર મારી એક હજાર રૂપીઆ લૂંટી ગયાની વાત ગામેગામ ફુટી છે અને વાવડીનો ડોસો પટેલ વહેમાઈ ગયો છે કે આ રામ ગોલણ ક્યાં જઈ આવીને ઘરમાં બેસી ગયા હશે ? બિલાડી ઉંદરને ગોતે તેમ તેમ ડોસો રામ ગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણની લૂંટ પછી આઠમે દિવસે રામ, ગોલણ, ગોદડ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા. થાન પાસે સૂરજદેવળના થાનક પર પહોંચ્યા. સૂરજદેવળનાં બેય થાનકે અક્કેક ચોરાશી