પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

નીચે પટકી, છાતી પર ચડી બેસી તમંચો બતાવ્યો. પછી બોલ્યો કે “આટલી વાર છે. નહિ તે કાઢ પૈસા !”

“સાહેબે પોતાનું સોનાનું ઘડીઆળ. અછોડો, નોટ, રૂપીઆ વગેરે બધો માલ બહારવટીઆને સુપ્રત કર્યો. બહારવટીઓ ઉભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું “સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે પછી ન આવજે સાહેબ બહાદુર !"

"ઉઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવા દોડાવી મૂક્યા કે વ્હેલો આવે પેાતાનો બંગલો !"

“પછી તો કાશીનગરી ઉપર બહારવટીઆના હુમલા થવા લાગ્યા. એમાં આલમસિંહ નામના રાજપૂત કોટવાળે બડાઈ મારી કે 'અરે ભાર શા છે સંગ્રામસિંહના ! એક મહિનામાં તો એ બેટાને પકડીને માજીસ્ટ્રેટ પાસે હાજર કરીશ.' ચાર પાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠ્ઠી આવી પહોંચી. એમાં લખ્યું હતુ કે “હવે તો અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે. અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રીના પેટનો હો તો આવી જજે.”

“ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઇ સંગ્રામસિહે મણિકર્ણિકાના ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી, બને સાથીએાની સાથે રવાના કરાવી, સંગ્રામસિંહ એકલો ચાલ્યો. ક્યાં ચાલ્યો ? એના ઓડા બાધીને જ્યાં આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં ! ચોકીપહેરા ફોગટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોચ્યો. મ્હોં પરથી કામળી ઉઘાડી કરીને પડકાર કર્યો “જોઈ લે. રજપૂત ! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે.”

“આલમસિંહ ચમકી ઉઠ્યો. મ્હોંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી શી ઝબૂકી ઉઠી. આલમસિંહ દિગ્મૂઢ બનીને પાછો હટ્યો. સંગ્રામસિંહ અદ્રશ્ય થયો. અને “દોડો દોડો ! પકડો પકડો ! ઓ જાય, ઓ જાય !” એવા એવા હાકલા થવા લાગ્યા. પણ કોને પકડે ? દાંતોમાં દઈને ગયો.

“આખરે પોલીસની આવ-જા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણે જીલ્લામાં નવી પેાલીસની ભરતી થઈ. હજારો પોલીસોએ તમામ રસ્તા પર એાડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે