પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળેા
૧૪૭
 


“ના ભા !” આપાએ રામ સામે નેજવું કર્યું.

“આપા, ઓલ્યો કાતરીયું વાળો રામવાળો-વાવડી !” રામે દાઢી પર હાથ નાખ્યો.

ધારગણીવાળો પ્રસંગ વ્હેમચૂક થઈ ગએલ ડોસા ભોળે ભાવે બોલ્યા “કાતરી કેવા સારુ ભા ? ભાયડાને તો કાતરા હોય. બાઈડીયું બેાડકી હોય.”

“પણ મારા દેસા બાપુના કારજ સુધી તો મારે 'કાતરીયું' ગણાતી ને ?”

“ઓ હો હો હો !” આપાને ઓસાણ આવ્યું: “સાંભર્યું , હવે સાંભર્યું ભા રામ ! તુંને ય ખબર પડીને કે કાતરાનું ઉજવણું કેટલું આકરૂં છે ? તારે કેટલી ઉંડી ખેડ કરવી પડી ભા ! શાબાસ ભડ, હવે કાતરા સાચા. જવાંમ૨દ કાતરા !”

“બસ આપા ! લ્યો રામ રામ !”

“દીપડીએ આવશો ભા? રબારીકેથી દેવાત ખુમાણ વગેરે દાયરો મેમાન છે. મારે ગોરડકે આંટો હતો તે જઈ આવ્યો: હવે માર્ગેથી આ શિકાર લેતો જાઉ છું. આવો તો ભલા ગોઠ્ય કરીએ.”

“ના ના આપા, માફ કરો. હવે તો ગોઠ્ય જમવાનું ગમતું નથી. જીવ જંપતો નથી. દિ' ને રાત દલ તલખી રહ્યું છે કે ક્યારે કો'ક ભારે ગીસ્ત હારે ભેટંભેટો થાય ને કો'ક વડીઆથી પેટ ભરીને ધીંગાણું ખેલી બટકાં થઈ જાઉં ! હવે તો જીવવું ઝેર સમાન લાગે છે આપા સાવઝ.”

“રંગ તુંને ભા !”

“રામ રામ.”

“રામ !”

આપાને અને બહારવટીઆને ધાંતરવડી નદીએ નોખનોખી દિશામાં સંઘરી લીધા.