પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળેા
૧૫૩
 


આ બન્ને રાસડાએાની પછીની ટુંકો મળતી નથી. તે સિવાય રામવાળાના અરધા અત્યુક્તિ ભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણીંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે:

ધાનાણીએ ધબીઆ બાપ ને બેટો બે,
તુંને નડતા તે તળમાં રાખ્યા રામડા!

[હે રામ ધાનાણી ! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને,એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેની તલવારે ધબેડી નાખ્યા.]

ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,
દ૨વાજા દેવાય રોંઢે દિ'એ રામડા !

[હે રામવાળા ! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડા ગાયકવાડના શહેરો ધ્રુજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બ્હીકે બંધ થઈ જાય છે.]

ચાચઇને ડુંગર ચડી હાકલ દેછ હિન્દવાણ !
(ત્યાં તેા) ખેપટ જાય, ખુરસાણ કાળપૂછાં બીયાં કાળાઉત !

[ હે હિન્દુ ! હે કાળા વાળાના સુત ! ચાચઇ નામના ગિરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે. ત્યાં તો કાળી દાઢીઓ વાળા ખોરાસાનીએા (મુસલમાનેા) વંટોળીએ ઉડતી ધૂળની માફક ન્હાસી જાય છે.]

પત્રક જે ૫વાડા તણા વડોદરે વંચાય,
મરેઠીયું મોલુંમાંય રૂદન માંડે રામડા !

[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને ત્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરીઆતોની સ્ત્રીઓ રૂદન આદરે છે.]

કાબા, કોડીનારથી માણેક લઈ ગયા માલ,
(એવા) હડમડીઆના હાલ કરિયા રામા કાળાઉત !

[જેવી રીતે માણેક શાખના વાઘેર (કાબા) બહારવટીયા કોડીનાર ભાંગીને માલ લઈ ગએલા તેવી જ રીતે તેં હડમડીઆને બેહાલ કર્યું.]

વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,
ગાયકવાડનાં ગામ રફલે ધબે રામડો !