પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સોરઠી બહારવટીયા : ૩
 
[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું : પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો : એ રફલ વતી ગાયકવાડનાં ગામો ભાંગે છે.

શકતિ સુતી'તી શોચમાં, આપેલ નો'તો આહાર,
તૃપત કરી ત૨વા૨, રોઢ પીવાડ્યું રામડા !

[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સુતેલી. એને કોઈ આહાર નહોતું આપતું. પણ હે રામ ! તેં એને રક્ત પીવરાવીને તૃપ્ત કરી.

ખત્રીયાવટ ખલક તણી જાતી હેમાળે જોય,
વાવડીએ વાળા ! કોય રાખી અમ૨ તેં રામડા !

[દુનિયાની ક્ષાત્રવટ હિમાલયમાં ગળવા જતી હતી. તેને હે વાળ રામ ! તે વાવડીમાં અમર કરીને રોકી રાખી.]

કોપ્યો તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ,
(એમ) અમરેલી ઉપ૨ આજ ધાનાણી રામો ધખ્યો.

[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ હે રામ ધાનાણી ! તું આજ અમરેલી ૫૨ કોપ્યો.]

કણબી આવ્યો'તો કાઠમાં એ લેવા ઈનામ,
હડમડીએ હિન્દવાણ ! ૨ફલે ધબ્યો રામડા !

[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠીઆવાડમાં ઈનામની આશાએ બહારવટીયા–અમલદાર તરીકે આવેલો, તેને હે હિન્દુ રામ ! તેં હડમડીયામાં ઠાર કર્યો.]

ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,
સંઘર્યો નહિ સરદા૨ (નકર) ૨મત દેખાડત રામડો.

[જુનાગઢના ગિરનાર પહાડ રા' ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો. નહિ તો રામ રમત બતાવત.]

અંગ્રેજ ને જરમર આફળે બળીઆ જોદ્ધા બે
ત્રીજું ગરમાં તે રણ જગાવ્યું રામડા !

[ યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બલવાન યોદ્ધા લડતા હતા. અને ત્રીજું યુદ્ધ રામવાળાએ ગિરમાં જગાવ્યું. (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામવાળાનું બહારવટું મહાયુદ્ધને વખતે થયેલું.)]