પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોવર સંધવાણી
૧૬૩
 

અલાણાને સોંપવા મેાવર માળીએ આવ્યો. પડખેના ખડ ભરવાના વાડામાં બે અમલદાર હાજર હતા, એક બાવામીંયા માજીસ્ટ્રેટ એને બીજો ગિરધરલાલ કામદાર. બેઉએ પેથા જામની મારફત કહેવરાવ્યું કે “અમે અલાણાને કાંઈ સજા નહિ પડવા દઈએ.”

મોવરે કહ્યું “અલાણા ! જો એ ખૂટશે તો હું બદલો લઈશ. ન લઉં તો સધુ સંધવાણીના પેટનો નહિ.”

પણ અમલદાર બદલી ગયા. અલાણા પર મુકર્દમો ચાલ્યો. પાંચ વરસની ટીપ પડી. એ સમાચાર મેાવરને પહોંચ્યા. સાંજને ટાણે બહારવટીયો માળીએ ઉતર્યો. મુલતાનશા પીરની જગ્યામાં છ માણસો સાથે પડાવ નાખ્યો. છયેને કહ્યું “તમે જાઓ થાણા પર. હું પીરની જગ્યાએ નગારાં વગાડું એ સાંભળો ત્યારે તમારે બાવામીયા ઉપર તાશીરો કરવો.”

વાળુટાણે મોવરે ડંકો કર્યો. છયે જણાએ માજીસ્ટ્રેટના મકાન પાસે ઉભા રહીને હાકલ દીધી કે “બાવામીંયા, ખૂટલ, બહાર નીકળ, જો ખરો જમાદાર હો તો.”

પણ બાવામીંયા ન નીકળ્યો. પછી મોવરે જઈને થાણાની ચોતરફ કાંટાની વાડ હતી તે સળગાવી. કોઈ માણસોને નુકશાન ન કર્યું. ઘોડાં તબડાવીને સાતે જણા રણને સામે કાંઠે ચાલ્યા ગયા.

લી બીજઈ, ગિરધરલાલ કામદારે એક વાત પૂછાવી છે.”

"શું ?"

“કે તારો ધણી મોવર તો બહારવટે રખડે છે તે તને આ હમલ ક્યાંથી રહ્યા ?”

“હમલ ક્યાંથી રહ્યા ? કે'જો ઈ વાણીઆને કે ઈ વાતનો જવાબ હું નથી આપતી, પણ જેના હમલ રહ્યા છે એ દાઢીમૂછનો