પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોવર સંધવાણી
૧૬૯
 

લાગે છે. એને કોઈ ઝલાવા દેતું નહિ. અને એમ થાતાં થાતાં તો સાડા પાંચ વરસના વાવલા વાઈ ગયા, પણ મોવરનો પતો લાગતો નથી. જીવતો કે મરેલો જે કોઈ મોવરને ઝાલી આવે તેને રૂ. પાંચ હજારનું તો ઇનામ જાહેર થયું હતું. છતાં રોજેરોજ મોવર ગામો ભાંગતો ને કેડા ઉજ્જડ કરતો રહ્યો. આખી સોરઠ જ્યારે હાથ હેઠા નાખીને થાકી ગઈ ત્યારે મુંબઈથી એક જવાંમર્દ લશ્કરી ગોરો ઉતર્યો. છ મહિનાની અંદર મીયાણાને ચપટીમાં ચોળવાનું બીડું ઝડપ્યું. છ મહિના ઉપર એક દિવસ વીત્યે આ દેહ જ ન રાખું, એવી એણે પ્રતિજ્ઞા કરી. એનું નામ કેપ્ટન સામન (salmon) સાહેબ.

સામન સાહેબે બહારવટીયાને પગલે પગલે ધરતીને ધગાવી મૂકી. મોવર સોરઠ મૂકીને ગુજરાતમાં ઉતરી ગયો. વાતો થાય છે કે બહારવટીયો ડીસા કેમ્પમાંથી કોઈ ગોરા સાહેબની મડમને રાતોરાત પલંગ સોતી ઉપાડીને કાઢી ગયો અને એને ધર્મની બહેન કહી પોતાના છુપા રહેઠાણમાં રાખી. આખરે એને કાપડાની મોટી રકમ આપીને પાછા સાહેબના હાથમાં સોંપી આવ્યા. વળી બીજી ભળતી વાત એમ થાય છે કે આ મડમ કાઠીઆવાડના હવા ખાવાના થાનક બાલાચડીથી ટપ્પામાં બેસીને આવતી હતી તે વખતે લૈયારા અને જાઈવા વચ્ચે વોંકળામાં મોવર એને કબજે લઈ રોઝડી ઉપર બેલાડ્યે બેસાડી પોતાના રહેઠાણ પર લઈ ગયેલો.

પણ આ બધી વાત ખોટી છે. લોકોએ મોવરના બહારવટાને ધર્મ–બહારવટું માન્યું તેને લીધે ઉઠાવેલી આ કલ્પના છે. સાચો કિસ્સો તો એ બહારવટીયામાં સામેલ રહેનાર એક સાક્ષી પાસેથી એવો જડ્યો છે કે–

મોવર ડીસાથી પાલનપુર તરફ અગીઆર ઘોડે આવતો હતો. ખરચીખૂટ હતો. સાંજ પડી એટલે સડક પર એક વાણીઓ ઘરેણે લૂગડે સામો મળ્યો. એને લૂંટ્યો. બે સગરામ મળ્યા એને પણ લૂંટ્યા. ત્રીજો એક સગરામ ચાલ્યો આવે છે. પાછળ એક