પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮


૮. કાદુ મકરાણી : જુનાગઢ રાજ સામે : ઈ. સ. ૧૮૮૪-૮૭: ફાંસી દેવાઈ. [સો. બ. ભા. ૩]

૯. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પડ્યું.

૧૦. રામવાળો : ગાયકવાડ સરકાર સામે : ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૧૭ : ધીંગાણે ઠાર થયો. [સો. બ. ભા. ૩]

તે સિવાય નાના નાના, જેનો ઇતિહાસ જનસમૂદાયમાં નીતર્યો નથી, તેવા ઘણા હોવા જોઈએ.

બીજો વિભાગ : પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફોડ કરીને પછી બહારવટે નીકળેલા.

૧. સંગજી કાવેઠીઓ : સાણંદ રાજ સામે : સફળ થયો. [રસધાર : ભા. ૪]

૨. અભો સોરઠીઓ : ભાવનગર રાજ સામે : ઈ. સ. ૧૮૦૦ લગભગ : ધીંગાણે કતલ થઈ ગયો. [ રસધાર ભા. ૩ ]

૩. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમજ એજન્સીની સામે : ઈ.સ. ૧૮૩પ : કેદની શિક્ષા પામ્યો ને પછી છુટ્યો. [ સો. બ. ભા. ૧ ]

૪. નાથો મોઢવાડીઓ મેર : જામનગર સામે : આશરે ઈ. સ. ૧૮૩૦ : કામ આવ્યો. [ સો. બ. ભા. ૧ ]

ત્રીજો વિભાગ : અંગત વેરને કારણ બહાર નીકળી જઈ કાયદા વિરૂદ્ધ, પરંતુ બહારવટાંના નિયમ મુજબ જીવન ગાળનારા :

૧. ગીગો મહીયો : જુનાગઢ સામે : ઈ. સ. ૧૮૫૧-૬૦ : કતલ થયો.

૨. મીયાણો વાલો નામોરી : ૧૮૯૦ : કતલ થયો : [ સો. બ. ભા. ૧ ]

૩. સાલોલીનો ચારણ નાગરવ ગીયડ.

૪. રાયદે બુચડ ચારણ

ચોથો વિભાગ : કેવળ ચોરીલુંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા.

૧. મોવર સંધવાણી : માળીયાનો મીયાણો : ઈ. સ. ૧૮૮૦-૮૬ : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. [સો. બ. ભા. ૩ ]

૨ એકલીયો ( પુનરવ ) : મોવર સંધવાણીનો સમકાલિન.

પ્રથમ કોટિના બહારવટીઆ વિષે કીનકેઈડ યથાર્થ લખે છે કે “પહેલા વિભાગના બહારવટીઆ વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઈગ્લાંડના વ્હેલા કાળના બહારવટીઆને સારી પેઠે મળતા આવે