પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯


છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટીંગ્ટનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવુડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ 'રોબીનહૂડ' નામથી એ ધરોધર સુપ્રસિદ્ધ છે, એનો મુખ્ય હેતુ ગુન્હા કરવાનો નહોતો, - જો કે સાચેસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મળવ્યાં.*[૧]

"સૌરાષ્ટ્રના ગરાસીઆ બહારવટીઆ પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળીઆ પાડોશીઓએ ઝૂંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા. કેમકે હજુ ૧૯૦૨માં જ જ્યુડીશીઅલ આસીસ્ટંટે જુનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાની ટોળીને ગુન્હેગાર ઠરાવેલી).

“આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરોને ને સંબંધીઓને એકઠા કરી લુંટફાટ તથા ખુનખરાબી ચલાવતા, કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જાતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે. અને જેથી તે બહારવટીઆને એની જાગીર પાછી સુપ્રત કરતા. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદા જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેંશા પોતાના તાબાના જાગીરદારને હોઈયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટીઆને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પાડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભુત થવા વધુ આતૂર રહેતા.

“ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુન્હારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેએાની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વ્યાજબી દાદ મેળવવાની જ હતી, એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેએાના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”


સંતાવાનાં સ્થાન

આમાંનાં કોઈ બહારવટાં બાર બાર વરસ સુધી ટક્યા, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂલતા પૂરી પાડનાર


  1. * રોબીનહૂડના ધર્માચરણની લગાર પણ નોંધ કેઈનકેડ નથી લેતો