પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪


લાલશાને ખાતર તો શું, ચોકખી લુટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટીઆઓાની નીતિમાં નામંજૂર હતું. વાધેરો લૂંટતી વેળા દુર ઉભા રહી સ્ત્રીઓને આટલું જ સંબેાધન કરતા કે : “ઘરેણાં ઉતારી દે બેન : તારી ભોજાઇઓને પહેરવા લુગડાં નથી. ખબર છે ને ?” મેાવર સંધવાણીએ પણ એજ વર્તાવ રાખેલો.

એથી યે અધિક સ્ત્રીસન્માન કાદુએ પોતાના જ કટ્ટા શત્રુ કર્નલ હંફ્રીની ઓરત તરફ બતાવેલું હોવાની સાક્ષી સ્વ. જસ્ટીસ બીમને સુધ્ધા આપેલ છે. અંતરિયાળ એ જુનાગઢના નવા અંગ્રેજ પોલીસ ઉપરીની ઓરત ને બાળકનો ટપ્પો મળે છે. જો એને ઝાલીને બાન તરીકે રાખે તો પણ એની આખી બાજી સુધરી જાય તેવા સંજોગો છે. પણ કાદરબક્ષે સાથીઓની એ વાત કબૂલ ન જ કરી. એના મ્હોમાં એક જ વેણ હતું કે “તો તો આપણી ઓરતો આપણા ઉપર થૂ થૂ કરશે !”

મોવરે પણ ડીસા અને પાલનપુર વચ્ચે મુસાફરી કરતી એક મડમ પ્રત્યે, તેમજ બીજી અનેક સ્ત્રીઓ પ્રત્યે સંપૂર્ણ સન્માન સાચવ્યું હતું. છેલ્લા બહારવટીઆ રામવાળાએ ભરયૌવન છતા અને સાથીઓ સહજમા લપટી પડે તેવા હોવા છતાં સ્ત્રીજાતિ પ્રાંતિ જે સંપૂર્ણ અદબ જાળવી છે તેના સાચેસાચા પ્રસંગો એની કથામા નોંધાયા છે. બહારવટીઆ વાલાએ તો અમૂક બાઇની સાથે પરણવાનું સાથીઓ તરફનું સૂચન થતાની વાર તૂર્ત જ કહેલુ કે “એ બાઈની ઈચ્છા જાણ્યા વિના આવી વાત પણ ન કરો. કેમકે કદાચ એ બાઈના મનમાં એમ હોય કે વાલો, મારો મારો ભાઈ છે, તો પછી હુ દોષે ભરાઉ !” તદન conventional - રૂઢિગત સ્ત્રીસન્માન આટલી હદે ન ચડી શકે.

શ્રી ધૂમકેતુએ પેાતાની 'તારણહાર' નામની ' ટૂંકી 'વાર્તામાં સામત ખાચર નામના એક સોરઠી બહારવટીઓ કલ્પેલો છે એક ચારણ કન્યાના શરીર પર લાલસાનો હુમલો કરનાર પોતાના સગા દીકરાને એ બહારવટીઆએ તત્કાળ બંદૂકથી વીંધી નાખ્યો એવું સુંદર ચિત્ર એણે આલેખ્યું છે. આ કલ્પનાને વાસ્તવિકતાનો આધાર બહારવટીઆની કથાઓમાંથી સાંપડે છે. વાલા નામોરીનો જ એક પ્રસંગ છે. કકલ બોદલા નામના એના એક સાથીએ મોરબી તાબાના ઝીકીઆળી ગામની કોઈ કણબણ પર નીચતા ગુજારી; એ વાતની જાણ થતાની વાર જ વાલાએ કકલ બોદલા ઉપર બંદૂક છોડી. પરંતુ પાસે બેઠેલા કોઈ બીજા સાથીએ બંદૂકની નાળ લગાર જ ઉંચી કરી નાખી: ગોળી ગુન્હેગારના શિર પર થઈને ચાલી ગઈ: વાલાએ