પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫


બીજો ઘા ન કર્યો: 'પણ ભાવિષ્ય ભાખ્યું કે “બેલીઓ ! આની નીચવા આપણને નહિ છોડે. આપણું બહારવટું ખતમ થયું ! આજથી આઠમે દિવસે આપણને હડકવા હાલશે.”

બરાબર આઠમે દિવસે બહારવટીઆની આખી મંડળીને એજન્સી પોલીસ ઉપરી ગોર્ડન સાહેબે પેથાપગી નામના, બહારવટીઆના કોળી આશ્રયદાતાની મારફત કેફી લાડવા મોકલી ખાનારને બેહોશ બનાવે તેવું ઝેર ખવરાવ્યું અને બેશુદ્ધ બહારવટીઆ મરાયા. લોકો માને છે કે વાલાની ઘોર ભવિષ્ય-વાણી સાચી પડી.

બહારવટીઆનાં શરીરબળ

અનોધા કૌવત આ સૈારાષ્ટ્રીય લડાયક જાતિઓમાં ભરેલાં હતાં. વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાને દોટાવી જતાં. એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદુકો તથા દારૂગેાળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેએા રાતોરાત ત્રીસ ત્રીસ ગાઉ નીકળી જતા. પેાતાના સાથીએાનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૃર વીંધવાં તો એને સહજ હતુ : અધરાતે, બી. બી. સી. આઈ. ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી. હાથમાં હથીઆર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પૂલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મીયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી. સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયા તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાતૂર પાણી ઉમટે છે, ત્યારે માળીઆના મીયાણાઓને હાથપગ બાંધીને તમે ફેંકી દો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલા અાંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઇ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલીતાણાના બહારવટીઆ હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાનાં બંને પડખાં વીંધીને ગોળી ચાળી ગયલી તો યે જરા યે સીસકારા ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર, ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાંનું નળીયુ લઈ, બે ટુકડા કરી કમરની બને બાજુએ ચાપી દઈ, ઉપર પાટો કસકસાવી લેાહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી અાગબોટ જ્યારે શંખોદ્વાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે