પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટીઆએ ગોદડાંના ભીના ગાભા લઈને ગોળા સામે દોટ મૂકી એ ગોળાને ફાટતા પહેલાં તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે માકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને, ધુળ ચાટતા ન મરવું, પણ બેઠા બેઠા, 'નથી મર્યા, જીવતા છીએ,' એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું: એ તેઓનુ અભિમાન હતું. મોતની સજા પામેલા મેર બહારવટીઆ હરભમ રાતડીઆએ પારબદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઉડી જવું પસંદ કર્યું હતું.

શત્રુતાનો પ્રકાર

રાજસત્તાઓની પરિભાષામાં આ સર્વ લોકોને 'હરામખોરો' અથવા 'બદમાશેા' શબ્દથી ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલાએકનો શત્રુઓ પ્રતિનો વર્તાવ ઘણી ખાનદાનીથી ભરેલો હતા. હરામખોરો એવી ખાનદાની બતાવી શકે જ નહિ. જોગીદાસ ખુમાણ પોતાના શત્રુ ઠાકોર વજેસંગજીના પુત્ર કેસરીસિંગનું મૃત્યુ થતાં ગુપ્ત વેશે શિહોરમાં લૌકિક જાય, ઠાકોરનાં રાણી નાનીબાને વગડામાં રાત્રિયે રાઘા ચાવડા નામના લુંટારાના હાથમાથી ઉગારી છેક ભાવનગરના સીમાડામાં મૂકી જાય, ઠાકોરની દીકરી - તે પણ રાણીની નહિ, રખાતની દીકરીના ગામ બોડકીને પાદર નીકળી, પોતાની દીકરીનું ગામ સમજી ન લૂંટે. એ બદમાશના લક્ષણ ન હોય. વાઘેર બહારવટીઆ, હાથમાં ભરી બંદૂકો છે છતાં “લાખુંના પાળનારને ન મરાય” એ બિરદ રાખી રાજા બહાદૂર જાલમસંગને મારતા નથી, પણ “રાજા બહાદૂર ! તારી ભેંટનો જમૈયો સંભાલજે !” એટલું કહી ગોળી છોડે : જમૈયો ઉડાવી નાખે : એ શત્રુધર્મ. બીજો પ્રસંગ : સરકારી સૈન્યથી હારીને વાઘેરો દ્વારિકા છોડી નાઠા જ ત્યારે મકનપુર ગામના વાઘેર સૂમણા કુંભાણીએ રાત્રિના અંધારામાં રસ્તે એક આદમીને પડેલો દીઠો. પડકાર્યો કે “કોણ તું ?” પડેલા માણસે જવાબ દીધો: “હું તારો શત્રુઃ તારી સેવેલી સ્ત્રીને ઉપાડી જનાર.” : “કોણ વસઈવાળો વેરસી ?” “હા, અટાણે તારો વેર વાળવાનો સમો છે, મને ઝટ ટુંકો કર.” “વેર અટાણે ન વાળું , અટાણે તો તું