પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

abbot with his ambling pad and his fat money-bags. was their abhorrence. The social order which the ballad-makers imagined for themselves, was a chaotic order, a wild and blood-stained life, but as they saw it and sang of it, it was a noble choice between two sets of evils. There are grave possibilities no doubt in the life of peace and comfort, and we must hope they may some day be realized; but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage, and above all its sad Death in his right place :

" It is but giving over of a game
" That all must lose. ”
[Sir Henry Nawbolt }

“વીરનરની મોજ મેળવવા માટે અથવા એ કશી વાચ્છના વિના, ગમે તે રીતે રચાએલાં આ ગીતોના કર્તાઓએ દગલબાજીને ધિ:કાર દીધો છે; ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે, કોઈ સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડે તે પહેલાં માથું નમાવવું, એ તો અા ગીતકર્તાઓને મન બદનામી સમાન હતું. ભલે તેઓએ કાયદાનું પાલન જરૂરી ન ગણ્યું. પણ કાયદા ક્યાં તેઓના પોતાના કરેલા હતા ? જે કાયદાનો ભંગ તેએાએ વખાણ્યો તે કાયદા તો શ્રીમંતોએ ને સત્તાધારીઓએ કરેલા ને કાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એ રૂઢિબંધો હતા.

“ઉપરાંત મોજમજાહને તેઓએ નથી ઉપાસી. બેશક બહારવટીઆનાં પ્રણયભુવન, સૂરાપાન, કે સોનાની પ્રાપ્તિ તઓને ગમતી. પણ એ કાંઈ મોજમજાહ નહોતાં. કવિઓએ તો ચરબીભર્યા શરીરોવાળા મહંતોની ફાંદો તરફ અને રૂપીઆની થેલીઓ તરફ તિરસ્કાર દાખવ્યો છે. ત્યારે આ સંહારકોની સ્તુતિ કરનારા કવિઓને કેવી તરેહની સમાજ-વ્યવસ્થાની કલ્પનાઓ હતી ? બેશક, અંધાધુધી અને મસ્તીખોર, લોહીથી ખરડાએલી જીવન-પ્રણાલી જ તેઓને પસંદ હતી. અને એ જીવન–ક્રમને જોઈ જોઈ એના ગાન ગાનારાઓએ એ રીતે બેમાંથી એાછા અનિષ્ટવાળી સ્થિતિ જ પસંદ કરી લીધી હતી. શાંતિ અને આરામવાળી જીવન-દશામાં અનેક ઈષ્ટ ફલો શક્ય છે. જગત