પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

આ ખેડુને હું કેમ ખેડવા આપું ? પોતાની જમીન પર બહારવટીઓ શત્રુરાજને કેમ નભવા આપે ? રાણા પ્રતાપે શું કર્યું હતું ? મેવાડની ધરતીમાંથી મેાગલના ખજાનામાં એક પૈસા પણ ન જવા દઉં : કોઈ ખેડી તો ન શકે, પણ બકરાં યે ચારી ન શકે : એક ગોવાળે બકરાં ચાર્યાં : રાણાએ એનું માથું ઉતારી રાહદારી રસ્તા પર લટકાવ્યું : આ નીતિ તે બહારવટાની યુદ્ધ-નીતિ. Everything is fair in love and war, એ એનો સિદ્ધાંત : અધર્મ આચરનાર રાજસત્તાનું એકેએક અંગ પીંખી નાખવું એ યુદ્ધધર્મ : બેહોશ બની, તોબાહ પેાકારી ખુદ વસ્તી જ રાજા પર દબાણ લાવે, ને રાજા બહારવટીઆ પ્રત્યે આચરેલો પોતાનો અનર્થ નિવારે. એ એનો અંત.

આજે પણ યુદ્ધ-નીતિ તો એ જ છે. જે યુદ્ધમાં હિંસા મંજુર છે તેની યુદ્ધનીતિ તો એ જ છે : એટલે કે સામી હિંસા ચલાવવી : ને બીજા કેટલાક જે યુદ્ધ અહિંસાના પાયા પર મંડાય છે તેની પણ યુદ્ધનીતિ તો એ જ છે : બળવે ચડેલા ખેડુની ખાલસા જમીનો ખરીદ કરીને તે પર ખેડવા આવનારની સાથે ઉગ્ર અસહકાર : વિના માર્યે, વિના તલવાર એ માણસ મરે : એને મારવાની તલવારો જૂદી : એટલું જ બસ નથી. એ રાજતંત્રમાં સહાય કરનારા તટસ્થ લોકોએ પણ રાજીનામાં આપી રાજસત્તા પર દબાણ લાવવાં જ જોઈએ. નહિતર તેઓના ઉપર સામાજીક બદનામી ઉતરે. ને સામાજીક બદનામી એટલે ? civic death! બહારવટીઆ આવી સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા નહોતા. કોઈ જ તે દિવસે નહોતું જાગતું. એટલે તે દિવસ Physical death, physical disabilities, શારીરિક મોત ને નિરાધારી ઉપજાવવાં, એ જ અંતિમ સાધન હતું. શત્રુની સાથે સહકાર દેનારા તમામ સંજોગોને રદ કર્યા વિના આરોવારો નહોતો.

ભીમા જતે એક સંધીની દગલબાજીનો કિનો લેવા તમામ સંધીની કતલ કરી : જોગીદાસે કુંડલાની ચોરાસીમાં ખેડવા આવનાર કણબીઓનાં ધીંસરાં કર્યાં : વાધેરોએ પોતે પચાઉગીર માનેલા ગાયકવાડ સાથે સહકાર કરનારાં તમામ સોરઠી રાજ્યોમાં લૂંટો ચલાવી : એ બધાંની પાછળ અવ્યક્તપણે આનો આ જ યુદ્ધ-નિયમ ઉભો છે.

અને ફ્રાંસ તથા રશીઆના વિપ્લવવાદીઓએ એનાં રાજારાણી, અથવા અમુક ઉમરાવો ને પુરોહિતોના જુલમને કારણે સમગ્ર રાજકુલો, ઉમરાવકુલો તેમજ પુરોહિત-સંઘો કાપી નાખ્યા, તેની પાછળ પણ સિદ્ધાંત તો એ જ છે. ભેદ એટલો જ છે કે આંહી બહારવટીઆનાં