પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦

હોય છે નેકીદાર હૃદય. એને ગમે છે સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ છે.


માનવ હૃદયનો મહાપ્રશ્ન

China in Revolt : બળવે ચડેલું ચીન : એ પુસ્તકનો બાહોશ લેખક બેાલે છે કે “Modern European civilization has succeeded in the Conquest of Nature by subduing and controlling her so that she can be made to serve man's desires, and this with unquestionable success. But more terrible than the objective forces of Nāture are the passions of man, and until these passions are properly regulated, there can be no civilization : યુરોપી સંસ્કૃતિએ કુદરત પર વિજય મેળવેલ છે; કુદરત મનુષ્યની ઈચ્છાઓને ઉપયોગી થાય તે રીતે તેને કબ્જે કરી અંકુશમાં લીધી છે. અને તેમાં નિ:સંદેહ ફતેહ મેળવી છે, પરંતુ કુદરતની શક્તિઓ કરતાં ય વધુ ભયાનક તો મનુષ્યોની ઉર્મિઓ છે, અને એ ઉર્મિઓનું જ્યાં સુધી ઉચિત નિયમન નહિ થાય, ત્યાં સુધી સંસ્કૃતિ સ્થપાઈ શકશે જ નહિ.”

બહારવટીઆની છણાવટમાં આ બોલ સ્હેજે સાંભરે છે. આ સુત્ર આપણે સોરઠની લડાયક જાતિઓને લાગુ પાડવાની જરુર રખે ચૂકી જઈએ. ભગવાનલાલ સંપતરામ સરખો શાણો અને ચોકસ ઇતિહાસકાર પેાતાના સાચા અંત:કરણના નિરીક્ષણથી જે વાત સમજી શક્યો હતો તે કીનકેઇડ સાહેબ પરદેશી સત્તાધીશ હોવાને કારણે પૂરેપૂરી ન સમજી શક્યો. કીનકેઈડે વાઘેરો વિષે પોતાના “Outlaws of Kathiawar”માં શું લખ્યું ?

“Hindustani sepoys in the guise of mendicants penetrated every part of the province with strange tales of the massacre of the white garrison and of the lurid sunset of the British Empire. By none were these tales more greedily listened to, than by Jodha Manik of Okhamandal.

»«   »«   »«

“Unmolested there he again took heart, and on the early morning of the 8th October 1860, performed