પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

the great feat of his life-the sack of Kodinar- × × × and the rest of the day was spent by the Waghirs in the agreeable task of looting the Bania's shops and houses. But Jodha Manik was no miser and when the Banias were fleeced to the bone, he spent the loot in feasting the neighbouring Brahmins, whose acknowledgment of his Kshatri descent he wished to obtain, and the low-castes whose support he desired.

. × × × .

"But shortly after this exploit, and possibly as a result of his excesses on that occasion, he died of fever in the Gir.”

બસ; “બાવાવેશધારી હિન્દુસ્થાની સિપાઈઓએ 'પ૭ના બળવામાં ગોરાની કતલની ને બ્રીટીશ રાજના અસ્તની વાતો કરી. જોધો એ ગળી ગયો. કોડીનાર ભાંગ્યું. વાણીઆને નીચોવ્યા. “ક્ષત્રિ'નું પદ મેળવવા બ્રાહ્મણોને દાન કર્યું. બહુ ખાધું. મરી ગયો.” ફકત આટલા જ કટાક્ષયુક્ત શબ્દ વડે એ ઈતિહાસકારે જોધાની આખી જીવન-કથા પતાવી અને મૂળુ માટે પણ આટલું જ લખ્યું :

"Mulu had escaped with a few followers, but he did not long survive his brother. He was surprised and shot the following may by the Porbander Police."

આથી વિશેષ આ પરદેશીને ન દેખાયું. વાઘેરોના પૂર્વ ઇતિહાસમાં અથવા વર્તમાન પ્રકૃતિમાં ઉતરવાનું એને મન થયું જ નથી, વાઘેરોને એ 'Rebels' કહીને જ સંતોષ પામે છે, કોડીનારની લૂંટ માટે એ બે પાનાં રોકે છે, પણ શંખેાદ્ધાર બેટ વાઘેરોના હાથમાંથી પડાવી અંગ્રેજ લશ્કરે સોનાના માયાવી લાટા કાઢવા મંદિરોની દિવાલો પર કેવા ગોળા ચલાવ્યા અને ટોમીઓને દારૂ પીવાડી કેવા ગામ લૂંટવા ત્રણ કલાકની કાયદેસર મંજુરી આપી, ઓખામંડળ પર બુલેાચ લશ્કરના અત્યાચાર કેટલી હદ સુધી ચાલ્યા, મૂળુને કેવો ફસાવીને કેદ કર્યો, આસપસના ડુંગર પર તોપોથી પણ શત્રુઓ મ્હાત ન થયા એટલે પાણી પીવાનાં તળાવોમાં ઝેરી ગેસના ગોળા ઝીંક્યા : વાલાની ટોળીને ગોર્ડન સાહેબે લાડવાની અંદર કેફી પદાર્થ ખવરાવીને માર્યા : એ બધી વાતો વિષે કીનકેઈડ એક ઇસારો પણ નથી કરતો.