પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
 

એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારો ઓથ લેવા આવી છું.”

“વાહ વાહ ! મારાં વડાં ભાગ્ય મારી બેન ! તું ભલે આવી. તારો જાડેજો રાજા કદિક બળીયો હશે, તો અમે ય કેદિ' પારોઠનાં પગલાં દીધાં નથી. અમે ય રજપૂત છીએ. તું તારે આંહી સગી માનું પેટ સમજીને રે'જે.”

આંહી રાણીને આશરો અપાયાની વાત ફુટી, ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. અમારા ગામને ફરતી ફોજ વીંટીને પડ્યો. કેમકે ગઢ તો જીતાંય તેવું નહોતું.

રાતમાં ચાર આઠ મહીયા જુવાનોએ ભીમાની રજા લીધી. પૂછ્યું કે “ફોગટની શીદ લડાઈ માંડવી ? મૂળ ધણીને જ ઢોલીઆ સોતો ઉપાડી આણીએ તો કેમ ?”

“તો તો રંગ રહી જાય, બેટાઓ !”

ચોકીઓ ભેદીને ચાર મહીયાઓ રાજાના ડેરામાં ઉતર્યા. પાઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તરવારે પકડી, મચ્છુનાં ઉંડાં પાણી વટાવીને ઢોલીઓ દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદરમાં જ છે.

પ્રભાતે ભીમા મહીયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યાં મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એ વરતી ગયો કે કાળના હાથમાં પડ્યો છું.

“જાડેજારાજ ! આ દાતણ કરીને મ્હોં પખાળો. કસુંબો ખોટી થાય છે.”

એટલું કહીને ભીમા મહીયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી વેળા ફોડ પડાવ્યો કે “રાજ ! તમારાં ઠકરાણાં તો મારી ધરમની બેન છે, ક્યાંયે બચવાની બારી ન રહી ત્યારે મારા