પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સોરઠી બહારવટીયા : ૩
 


તે વખત મહોબતખાનજી ગાદીએ. કુંવર બહાદૂરખાનજી શાહપૂર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદૂરખાનજી 'ચીચા બાપુ' કહીને બોલાવે ને અમારા મહીયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવાં હેત ને એવી પ્રીત. એ બહાદરખાનજીએ અમરા મહીયાને કહેણ મોકલ્યું કે “ચીચા બાપુ ! તમે શાહપર આવો. આપણે વષ્ટિ કરીએ.”

અમરો મહીયો ઘોડીએ ચડી શાહપર ગયા. બહાદરખાનજીએ ઘણા ઘણા સમજાવ્યા. પણ ભાઈ ! સલાહ અવળી પડી ગઈ. પડખીઆએ અમરાભાઈને સમજાવી દીધા કે “રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ. નીકર ઠામ રે'શો !”

અમરો મહીયો દીકરાને લઈ ચોરી ચુપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદરખાનને ખબર પડી. એને પડખીઆએ ભંભેર્યો. એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મહોબતખાંનો દેહ પડ્યો, બહાદૂરખાં તખ્ત પર આવ્યા. પછી એના હુકમ છૂટ્યા કે “હાં, મહીયા કર ન કબૂલે તો એનાં ખળાં જપત કરો.”

અમારાં ખળાં પર જપ્તી બેઠી. પણ માથાકઢા મહીયા તો ચોરી છુપીથી ખળાં ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે “એનાં ઘાસ ચારોળાં જપત કરો.”

પછી તો અવધિ આવી રહી. ઢોર ઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો.

માગશર મહિનાની મધરાતે અમે નીંદર કરતા હતા. ત્યાં અમારા ચારા પાસે એક સાંઢીયો ઝૂક્યો. અને અસ્વારે ડેલીએ આવી અવાજ દીધો કે “મહીયા ભાઈઓ, જાગો ! હવે ઉંઘવાનું ટાણું નથી રહ્યું."

બેબાકળા જાગીને અમે પૂછ્યું “કેમ ભાઈ ! ક્યાંનો સાંઢીયો ?”

“સાંઢીયો છે શેરગઢનો. અમરોભાઈએ કહેવાર્યું છે કે ઘેરે ઘેરથી અક્કેક મહીયો પ્રાગડના દોરા ફુટ્યે કનડા ડુંગરને માથે