પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૨૧
 

પણ ગીગાની કણેરીને સીમાડે ય ન છબે ભાઈ ! અને ગીગો તો ગરનો સાવઝ કહેવાણો : સાંભળો સાંભળો એની ખ્યાતિયું:

બાબીથી બીનો નહિ, ખત્રીવઢ ખાગે
ભૂપ મોટા ભાગે, ગરનો સાવઝ ગીગડો.

[ગિરનો સિંહ એ ગીગેા જુનાગઢના બાબી રાજાથી ન બ્હીનો. અને એણે તલવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા.]

અને ભાઈ !

પટેલીઆ પ્રગણા તણા, જૂને રાવું જાય,
ડણકે ડુંગર માંય, ગાળે સાવઝ ગીગડો.

[પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવાં જુનાગઢ જાય છે. અને ગિરનો સિંહ ગીગો તો ડુંગરાંમાં ગર્જના કર્યા જ કરે છે.]

ઉનેથી જુના લગે નારી ન ભરે નીર,
નત્યની રીડોરીડ, ગરનો સાવઝ ગીગલો.

[ઉના ગામથી માંડીને જુનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી, રોજેરોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ: ગીગાની બોલી ગઈ.]

ને વળી ભાઈ ! કેવો નામી મરદ ગીગો !

કેસર જ્યું લેવા કરછ, લાંબી સાંધછ લા,
માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા !

[હે ગીગા ! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે ને કાટે: તારા થાપા મારે છે,]

અરે ! શી એની શિરજોરી !

ટીંબી જેવડું ગામડું, સૂંથી ફાટ્યો મીંયા
સિંહ વછૂટ્યો સામટો, ગરૂ મળી ગ્યો ગીગલો !