પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સોરઠી બહારવટીયા : ૩
 

વે કુટુંબી કારણે ગીગો બહાર નીકળ્યો. અને ગીગાની વાંસે જુનાગઢની ગીસ્તો છૂટી. ગરના ડુંગરામાં ગીગો ડણકો દેવા લાગ્યો અને ગામડાં ભાંગવાનો આદર કર્યો. એમાં એક દિવસ એને એક આદમીએ આવીને બે વાતના વાવડ દીધા કે : “ગીગા મકા ! તમારા બાપ મૂળુ મકાનો દેહ છૂટી ગયો.”

“શી રીતે ભાઈ ?”

મૂળુ મકો ભાગતા ફરતા'તા. એમાં ઝલાણા. એને જૂનેગઢ લઈ જાતા'તા. એમાં દાત્રાણા ગામની પાસે નાગડી ગામને ચોરે મૂળુ મકે શરમનાં માર્યા પેટ તરવાર નાખીને પ્રાણ કાઢ્યા; ને બીજું તો તમે આંહી લહેર કરો છો, પણ તમારી કણેરીને માથે તો મકરાણીની એકના સાટાની ત્રણ ગીસ્તો પડી છે.”

“રંગ જુનાગઢને, મારી કણેરીની કીર્તિ વધી. ગીગાને માટે ત્રણ ત્રણ ગીસ્તો ! ગીગો ઠેર ગરમાં, ને ગીસ્તોના પહેરા ચાળીસ ગાઉ છેટે કણેરીમાં. રંગ ! કોણ કોણ છે એના આગેવાન ?"

“એક તો શંકર, બીજો બાદશા જમાદાર, ને ત્રીજો અભરામ પાડાળો. ત્રણે મકરાણીઓ."

“ભાઈ ! ભાઈ ! ત્રણે જણા મરદના દીકરા ! એને વાવડ દ્યો કે ગીગો આંહીં બેઠા બેઠા તમારી વાટ જોવે છે. કદાચ એને ખબર નહિ હોય.”

“બરાબર ખબર છે. પણ કણેરીમાં એને કાંઈ દ:ખ પીડા નથી.”

“તો આપણે જ સામે ચાલીને જઈએ. એને શીદ ફેરવણી કરાવવી !”

ગીરમાંથી ગીગો ચડ્યો. કણેરીને સીમાડે આવીને સહુ ઉતરી પડ્યા. શુકન જોયા વિના ગીગો કદિ કોઈ ગામના સીમાડામાં