પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચકચૂર હૃષ્ટપુષ્ટ શરીરવાળા પાદરીઓને જુલ્મી અમીરોને અને કંજૂસ શ્રીમંતોને લૂટતો; [૧]અને એ લૂંટના દ્રવ્યને ગરીબોની સહાય અર્થે વાપરતો. એ universal darling of the common people - જન સમૂદાયનો માનીતો ગણાતો. એની લૂંટવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી : પ્રથમ એ પ્રવાસીઓને પકડી, પોતાની સાથે પોતાના અરણ્યભુવનમાં લ્હેરથી પેટભર જમાડતો અને પછી એની કોથળીઓ ખોલાવતો. કોઈ સામંત સંકટમાં આવી પડી, ઉછીનાં નાણાં માગે તો પણ તે આપતો. અજોડ ધનુર્ધારી હતો. ધનુર્ધારીઓનું મોટું સૈન્ય એની ચાકરી કરતું. [૨]પેાતે કુમારિકા મૅરીમાતાનો ભક્ત હોઈ સ્ત્રીજનોને ન લૂંટતો, એટલું જ નહિ પણ સ્ત્રીજનો જેના સંગાથમાં હોય તેવા હરકોઇ પુરુષ પ્રવાસી પર હાથ ન ઉગામતો. એનો જીવનમંત્ર 'વીરત્વ અને મોજમજાહ' હતો. એ 'merry outlaw' ગણાતો, મૃત્યુકાળે પણ એ ગમગીન નહોતો. એની કરુણામાંથી વિનોદ ઝરતો. આખરે અનેક અદ્ભૂત સાહસો દાખવી, એ એક ધાર્મિક મઠમાં એક બ્હેન કહેલી બાઈને હાથ દગાથી મર્યો. લોઢાના સળીઆ ધગાવી એની આંખોમાં ચાપી દેવામાં આવ્યા. ઈ. સ. ૧૨૪૭, ડિસેમ્બર, તા. ૨૪ : અને એના મૃત્યુકાળે જ્યારે એના જીવનસાથી 'લીટલ જ્હોને' માગણી કરી કે “આ સાધુડીઓના મઠ બાળી નાખવાની મને રજા આપો : ”ત્યારે મરતો મરતો બહારવટીઓ શું બોલે છે ?

“Now nay, now nay, quoth Robinhood,
That boon I will not grant thee;
I never hurt a woman in all my life,
Nor men in women's company.
I never hurt fair maid in all my time
Nor at mine end shall it be;


  1. "These bishops and these archbishops
    "Ye shall them beat and bind,
    "The high sheriff of Nottingham
    "Him hold ye in your mind.”

  2. Robin loved our dear Lady,
    For doubt of deadly sin;
    Would he never do company harm
    That any woman was in.”