પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૩૩
 


“એલા ભાઈ, આપો એને મુઠી ભરીને કોરીયું, પણ એલી દીકરી, તું દીકરી ઠરી એટલે બાપ ભૂખ્યો હોય એને ખવરાવ તો ખરી ને ?”

“હાજ તો બાપુ.”

“ત્યારે મેલી દે ભાતના રોટલા. અમે ગોધમે જઈને પેટ ઠારશું. છાશની દોણી ય દઈ દેજે. તારી તાંસળી પાછી લઈ જા. દીકરીના ઘરનું ઠામડું ય મારે ન ખપે.”

“બાપુ, વધુ છાશ રોટલા લઇ આવું ?” હરખે ઉભરાતી કણબણે પૂછ્યું.

“ના, હવે તું આવતી નહિ. નકર કોક ખાટસવાદીઆ તને લૂટશે ને નામ ગીગલાનું લેશે ભાગવા માંડ ઝટ.”

ગીરના ગાળા વટાવતી બે ચારણીઆણીઓ ચાલી આવે છે. લોકો વાતો કહે છે કે એ બેય કાળીલા ગામની હતી. એક વહુ ને બીજી સાસુ : એક જુવાન ને બીજી આધેડ ઉંમરની : બેયને માથે કાળી ઝેબાણ કામળીઓ ઝુલે છે. ગૂઢા રંગોનાં લૂગડાંમાં ગૌરવરણાં મોઢાં અંધારતી સાંજના આથમણા રંગો જેવાં ખીલી ઉઠે છે. બરાબર બપોર માથે આવ્યો, વગડો વરાળો નાખવા માંડ્યો અને સીમમાં પાંખી પાંખી વાડીઓના કોસ છૂટવા લાગ્યા, ત્યારે ચારણ્યો આદસંગ પાસે પાટી ગામને પાદર આવી.

“ફુઈ ! તરસ લાગી છે.” જુવાનડીએ અધીરાઇ બતાવી.

“ભલેં બાપ ! હાલો આ ઝાંપા ઢૂકડા ફળીમાં પી આવીએ ”

ગામ ઉજ્જડ છે. ઉભી બજારે એક પણ માણસ દેખાતું નથી. બોલાસ પણ ન મળે. પાદર પાસે મોટી ડેલી હતી તેમાં દાખલ