આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સોરઠી સંતો
વેલનાથ ચરણે બોલ્યા રે રામૈયો
તે દિવસથી રામડો મસ્તીમાં આવી ગયો. ભક્તિના અજર પ્યાલા એણે પચાવી લીધા. નિરંતર એના મ્હોંમાંથી મસ્તીનાં પદ રેલવા લાગ્યાં:
- ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ,
- ઘટડામાં નવ લખ તારા રે - કાચી૦
- ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ,
- ઘટડામાં વાડી, ઘટડામાં માલણ
- ઘટડામાં સીંચણહારા રે - કાચી૦
- ઘટડામાં વાડી, ઘટડામાં માલણ
- ઘટડામાં તાળાં, ઘટડામાં કુંચીયું
- ઘટડામાં ખેાલણહારા રે - કાચી૦
- ઘટડામાં તાળાં, ઘટડામાં કુંચીયું
- વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ગુરુ
- ઇ રે શબદ છે સાચા રે - કાચી૦
- વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ગુરુ
જાણે ગુરૂની પ્રેરણા એને રોમે રોમે રમતી થઇ ગઇ:
આજ મારી કાયાનો ઘડનાર
આજ મારી રોમરાનો રમનાર
મળીયલ મને માતા રે મીણલનો ભરથાર.
નવ નવ ખંડમાં રે [૩]નામચા તમારી બાપુ !
- સૂબા નમે છડીદાર-મળીયલ૦