આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૮૭
- વેલા-વડ હેઠે બેસણાં તમારાં બાવા
- [૧]સખરૂં તણો સરદાર - મળીયલ૦
- વેલા-વડ હેઠે બેસણાં તમારાં બાવા
- ભૈરવ-જ૫ હેઠે ભોંયરાં તમારાં રે બાપુ !
- ગરવો તમારો ગરાસ - મળીયલ૦
- ભૈરવ-જ૫ હેઠે ભોંયરાં તમારાં રે બાપુ !
- દામો-કુંડ તમારાં નાવણાં રે બાપુ !
- ભવેશર સરખી બજાર - મળીયલ૦
- દામો-કુંડ તમારાં નાવણાં રે બાપુ !
- વેલનાથ ચરણે બોલ્યા રામૈયો, બાપુ !
- આતમ તણા હે ઓધાર - મળીયલ૦
- વેલનાથ ચરણે બોલ્યા રામૈયો, બાપુ !
ગુરૂને એણે ભૈરવ – જપના પહાડ પર રમનારો કહી બિરદાવ્યો. પાતાળમાં વાસુકી સાથે ખેલનાર કૃષ્ણાવતાર કહ્યો :
- ગિરનારી ભેરવનો રમનારો !
- ગિરનારી વાસંગીનો રમનારો !
- ગિરનારી ભેરવનો રમનારો !
- અદ્ધર તખત ને અમર ગાદી
- ગગન મંડળ દરસાણો રે - ગિરનારી૦
- અદ્ધર તખત ને અમર ગાદી
- [૨]સરભંગીના ખેલ કોઇને નાવે કળ્યામાં
- વેલો રમે ચોધારો રે - ગિરનારી૦
- [૨]સરભંગીના ખેલ કોઇને નાવે કળ્યામાં
- જળમાં પેસીને કાળી નાગને નાથ્યો રે
- બાંધ્યો કમળ કેરો ભારો રે – ગિરનારી૦
- જળમાં પેસીને કાળી નાગને નાથ્યો રે
- ચારે તે ખેલ બાવે મૂઠીમાં રાખ્યા
- રમે બાવનસું બાળો રે - ગિરનારી૦
- ચારે તે ખેલ બાવે મૂઠીમાં રાખ્યા
- વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી
- તેજમાં તેજ સમાણો રે - ગિરનારી૦
- વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી