પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશક

શૈવી, વૈશ્નવ, જૈન, અથવા સ્વામીપંથી: એવા કોઇ એક સંપ્રદાયની અંદર મહિમા પામેલા ધર્મગુરૂઓનાં આ વૃત્તાંતો નથી. આહીં સંઘરવામાં આવ્યાં છે તે અને હવે પછી સંઘરાશે તે તમામ તો લગભગ બીનસંપ્રદાયી અને ગ્રામ્ય વસતીના નીચામાં નીચા પડ સુધી ઉતરેલા ઇશ્વરપ્રેમી ને સેવાભાવી સામાન્ય સંતોનાં બયાનો છે. એનું 'લોક–સંતો' એવું નામ બરાબર અર્થવાહી લાગે છે કેમકે તેઓ લોકોને રંગે રંગાયા હતા, અને લોકો તેઓને રંગે. લોક–સમાજના નજીકમાં નજીકના ચોકીદારો તેઓ જ હતા. સાંપ્રદાયિક સંતો પૈકી જેઓ જેઓ આ કક્ષામાં આવી શકશે, તેઓને પણ બેશક અત્રે સંઘરવામાં આવશે.

ધાર્મિક વાતાવરણ

' સૈારાષ્ટ્ર ' એટલે મિલન–ભેામઃ શૂરાએાની તેમજ સંતજનોનીઃ સૈારાષ્ટ્ર એટલે પ્રણય–ભેામઃ સાંસારિક તેમજ પરમેશ્વરી પ્રેમિકોની: સૈારાષ્ટ્ર એટલે સમરાંગણ ધરાકામી તેમજ મુક્તિકામી, બન્ને જાતિના લડવૈયાઓનું. આ રસકસભરી ભેામ પર લોભાઈને જેમ ત્રણ દિશાએથી ક્ષત્રિકુલો ખડગ વીંઝવા આવ્યાં, ડુંગરિયાળ ગૌચરો અને અખંડ વહતી નદીઓથી નજરાઈને જેમ આહિર ચારણ ને ભરવાડ રબારી માલધારીઓ ગૌધન ધોળી ઉતર્યા, તેમ ગરવા ગિરનાર, સોમનાથ અને દ્વારામતીને ધર્મ-આકર્ષણે