પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દુર્વાસાના વારસદાર-ક્રોધી પણ હોવા જોઈએ. આજ એનો પંથ અતિ જાલીમ બન્યો છે. એ ગામડાંને શોષે છે.

૨. બીનભજનિક, ધંધાર્થી, સંસારભોગી સત્પુરૂષો: ભેખ પહેરીને એકાંત તપશ્ચર્યા માટે અરણ્યમાં કે પર્વતોમાં ચાલી નીકળેલા નહિઃ પણ ગૃહ-સંસાર ચલાવતાં ચલાવતાં અથવા તો ફક્કડ અવસ્થામાં રહ્યે રહ્યે સુકૃત્યો–લોક સેવાનાં કૃત્યો કરે, વિકારોને જીતવા મથે.

૩. ત્રીજો સમુદાય તે ભજનિક સંતોનો

૪. ચોથો સમુદાય વાડીના સાધુઓનો: એટલે કે અંત્યજ ભક્તોનો, જેમાં રહીદાસ ચમાર, ત્રીકમ ને ભીમ મેઘવાળ, જીવણદાસ ચમાર વગેરે નામો ઝબુકે છે. એ વેલ્ય તો બહુ ફુલી ફાલી છે. એની ફોરમો સહુથી અનેરી છે. એની વાણીની તો જાણે 'ગુપત ગંગા' ફુટી નીકળી છે. 'દાસી જીવણ'નાં ભજનો મીરાંના પદોની બરાબરી કરે છે. એનો પણ અલાયદો જ વિભાગ કરીશું.

બીનભજનિક સંતેા

તેઓને ખાસ કોઈ પંથ સંપ્રદાય નહોતો. ખાસ કોઈ દેવપૂજા, ક્રિયાકાંડ, ધ્યાન કે સમાધિ નહોતાં. ભક્તિ-રસમાં તેઓ તન્મય બનેલા નહોતા. ભજનસાહિત્યના પણ બહુ ભોગી નહોતા. તેથી જ મોટે ભાગે ભજનની વાણીનો અભાવ અથવા દાના ભગત અને શાદુલ ભગતની વચ્ચે ઘટના બની ગયેલી (જુઓ પાનું ૪૯મું) તે પ્રમાણે વાણીની બહુલતા પ્રતિ કટાક્ષ પણ ખરો – એટલી સંસ્કારિતા પણ એાછીઃ મોટે ભાગે કર્મપ્રધાન હોવાથી વ્યવહાર-કુશળતા વાપરી જાણે તદ્દન પ્રભુમય ન હોવાથી રાગદ્વેષને ક્વચિત આધીન બની દુભાય, અંતરમાં ઘવાય, છુપો શાપ પણ આપી બેસે ખરા. એને 'સંતો' કરતાં 'સમાજ-સેવકો' કહીએ તો ચાલે.

એમનાં સુકૃત્યો ખાસ કરીને ક્યાં ક્યાં ? ગૌ–સેવા અને અન્નદાન.