પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાંગળાંઓ, કે ચેપીલાં કોઢીઆં રક્તપીતીઆંઓ, સહુ સમાન ભાવે આ પોષણ પામતાં. પરનાતીલાંની કે રોગીયાંની સુગ રાખવી એ આવી ધર્મ જગ્યાએામાં નામંજૂર હતું. કોઢીઆં પીતીઆં રસોઈમાં કામે લાગે અથવા પિરસવા ઉઠે, તો કોઈથી મ્હોં બગાડી શકાતું નહિ.

ભજનિક સંતો

એને આપણે કવિ-ભકતો કહીશું : ખાસ કરીને કબીર સાહેબની વાણીની અસર તળે આવેલા એ મીરાં અને નરસિંહના અનુગામીઓ હતા. લોક-સેવાને બદલે સાહિત્ય-સૃજન એમનો મનપસંદ વિષય હતો. ઉર્મિના આવેશ અનુભવી અપાર્થિવ મસ્તી–ecstacy–માં ચડી જઇ એ ભજનિકો કવિતા જોડતા. અલખ, અગમ, ગગન–જ્યોત, બ્રહ્મ-ઝાલરી, વગેરે તત્ત્વનું ચિંતન કરનારા એ શેાધકો-Seekers હતા. અથવા બધા જ કાંઈ શેાધકો નહોતા; શાબ્દિક અનુકરણ કરનારા પણ હતા. અગમનિગમની ન સમજાય તેવી ઘણી વાતો તેઓનાં કાવ્યોમાં ઉતરતી. એ પોતે પણ કદાચ સ્પષ્ટ ન સમજે તેવી શબ્દ-રચના તેએા કાવ્યોમાં આણતા. એ કવિતા એકલાં શુષ્ક વૈરાગ્યની નહોતી. જીવનની અસારતાનાં જ એ એકલાં કલ્પાંતો નહોતાં. પરંતુ એમાં તો આત્માની સમાધિના સૂર સુદ્ધાં હતા. બ્રહ્મના ભેદ પામવાની તાલાવેલીના, વિરહાકૂલ ગોપીના, સુફી ફિલસુફના તેમજ વ્યવહારગામી સુજ્ઞના સૂરોનું એમાં એકીકરણ હતું.

એ કાવ્યમાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એક દેવતાની સ્તુતિ નથી, પણ શરણાગતી, મસ્તી, આનંદ-ઉદ્વેક ને પ્રભુવિરહના ભાવો ગવાયા છે. જીવનની લોલૂપતા, સ્વાર્થાંધતા, ને જડતા ઉપર મર્મ પ્રહારો પણ છે. ગુરૂભક્તિ પણ સવિશેષ છે.

આ પ્રથમ ખંડમાં તો આપણે ફક્ત એ પ્રદેશની કોર જ 'વેલા બાવા'ના વૃત્તાંતમાં દેખીએ છીએ. એના ખરેખરા વિહાર તો હવે પછીના ખંડોમાં કરીશું.

આ ભજનિક–સંતોના સંઘમાં કેટલાક તો ઉદ્યમવંત ઘરબારીઓ જ હતાઃ જેવા કે મીઠો ઢાઢી, ભેાજો ભગત વગેરે.