પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


નવા સંતો સેવક મટીને ગાદીપતિ બન્યા. છડી, પધરામણી ને સામૈયાંની જાળમાં ફસાયા. પૂર્વજે કરેલી કમાઈને જોરે અંધ- શ્રદ્ધાળુઓમાં પોતાના જૂઠા પરચાની વાત ફેલાવી. મૂળ સ્થાપકની દીન મઢુલીની સન્મુખ જ મોટા મહેલો ખડા કર્યા. મંદિરોનાં ઇંડાં પણ આસમાને ચડાવ્યાં. વાહનેા, રૈયાસતો, ને વૈભવવિલાસો વધારી રાજદરબારોની હોડ કરી. જગ્યાને વંશ પરંપરાની જાગીરો બનાવી, ને કાં તો જગ્યાના વારસા માટે લડતા ચેલાએાએ અદાલતે ચડી લાગતી વળગતી રાજસત્તાઓનાં આધિપત્ય સ્વીકાર્યા. ભેખને નામે કેવળ ભગવા રેશમની ધજા રહી. ગોશાળામાં ગાયો ઉપવાસ કરતી ખીલે બંધાઈ રહી. ઘોડહારમાં ઘોડાં લાંઘણ કરી કરી મુવાં ને કાં અમલદારોને જ ખપમાં આવ્યાં. અને ધર્મઘેલડાં અંધશ્રદ્ધાળુ લોકોએ તો “ગાયના દૂધ સામું જોઈએ, ગાયના ઓખર સામું કાંઈ જોવાય ?” એવાં નાદાન સૂત્ર પકડી રાખી આ પાપનાં થાનકોને પોતાની સખાવતો વડે પોષ્યે જ રાખ્યાં. એટલે જ આજે 'આપા વીસામણ' જેવાની જગ્યાઓ બધા ધર્મકર્મથી પરવારી બેઠી છે, આપો વીસામણ તો કાઠીઓની કેવળ જૂઠા સોગંદ ખાવા પૂરતો જ રહ્યો ને ભીમનાથ જેવા સ્થળો પર મહંત નામધારી પામર માનવી વ્યસન, બહુપત્નીત્વ વિલાસ વગેરેમાં ડુબી ગયો છે ત્યાં સુધી પણ લોકોએ પોતાની સખાવતોના લાગા બંધ નથી કર્યા. આપા દાનાની જગ્યા તો કેવળ કુટુંબી જાગીર જ બની ગઈ છે. સંત દેવીદાસની પરબ- વાવડીની જગ્યા પર એક અજાણી બાઈએ કુટુંબનું સ્વામીત્વ જમાવ્યું છે. વીરપુર જલા ભગતની જગ્યા એના કુટુંબીઓને વારસામાં ઉતરી છે. બચી હોય તો અપવાદ રૂપી એકાદ પીપાવાવ જેવી પુનિત જગ્યા. ત્યાંના મહંત આજ પણ સાચા સેવક જ રહ્યા છે. બાકીના ઘણા ઘણા સંત મહંતોના મઠોનો ઇતિહાસ વધતો એાછો શેાચનીય છે.

પરચાનાં સત્યાસત્ય

હવે આપણે સોરઠી સંતોના એક શોચનીય, ભ્રમણાજનક