પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫

માણસેને ડાર્યા છે, ને પોતાનાં વર્ચસ્વ સ્થાપ્યાં છે. સહજાનંદ ત્યાગમય હતા, છતાં ઘણા મોટા અને જડ, પાખંડી સમુદાય પર પોતાનું પરિબલ પાથરવા માટે એણે ચમત્કારો બતાવ્યા.

આ સોરઠી સંત મંડલની અંદર પણ ત્યાગ અને યોગ ઉભયનું મિશ્રણ આપણી નજરે ચડે છે. ખરેખરા વૈરાગ્યમાં ગળી જઇ પ્રભુઇચ્છાને માર્ગે પોતાનું શુદ્ધ સમર્પણ કરી દેનારા નિર્વિકારી જીતેન્દ્રિયો તમામ તો એ નહિ જ હોય. પોતાની ઇચ્છાશક્તિને – Will powerને – હિંસક પણ બની જાય એટલી હદ સુધી કેટલાકોએ કેળવી હશે. એટલું પોતાનામાં પ્રભુત્વ – ઇશ્વરી તત્ત્વ વસેલું હોવાનો કદાચ પોતાને જ એ ભ્રમ હશે. જન્મથી જ અથવા તે કહો કે પૂર્વજન્મથી જ ઇચ્છા શક્તિના – will forceના અથવા soul forceના એવા બળીયા મનુષ્યોનું અસ્તિત્વ માનવું કઠિન નથી એ માની શકાય એવી વાત છે. એમાં આત્મશ્રદ્ધા ને પ્રભુશ્રદ્ધા બન્નેની શક્તિ કામ કરી રહી હોય છે. એ શક્તિની વ્યવસ્થિત કેળવણી તેએાને કદાચ ન યે આવડી હોય. એ કેળવણી કુદરતી રીતે જ થઈ ગઈ હોય, અને પોતે એ શક્તિની પ્રાપ્તિને ઇશ્વરી પ્રસાદ રૂપ જ સમજી લીધી હોય. આ દેહે અને ચાહે તે કોઇ માનવીને માટે એ સાધ્ય છે તેવું તેઓ ન યે માનતા હોય. અને આવા અજ્ઞાનને પ્રતાપે જ કદાચ તેઓએ પોતાની સિદ્ધિએાનો સ્ફોટ જગતની સન્મુખ નહિ કર્યો હોય.

એટલે જ આ ચરિત્રોમાં કેટલાક ચમત્કારો ચાહીને અમુક કાજ સાધવા માટે બુદ્ધિપૂર્વક અજમાવેલા લાગે છે, કેટલાકમાં ચમત્કારનો અંશ એાછો અને ઇચ્છાશક્તિ, કરૂણા ભાવના તથા કાંઇક વિજ્ઞાનતત્વ, એ ત્રણેનો અંશ અધિક છે. દૃષ્ટાંત તરીકે દાના ભગતે કણબીની દીકરીનાં માથું ચાટી લઈને ઉંદરીનો વ્યાધિ મટાડ્યો, એ ઘટનામાં કશી અપ્રાપ્ય ને ઈશ્વરી સિદ્ધિનું આરોપણ કરવાની જરૂર નથી. એક તો થૂંક પોતે જ સામાન્ય રીતે અકસીર ઔષધિનાં તત્વો ધરાવનાર વસ્તુ છે. તેની અંદર એ ચાટનાર પુરૂષની અનંત કરૂણા રેડાણી. અખૂટ પ્રભુશ્રદ્ધા પણ