પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬

સીંચાઇ ગઇ. અનુકમ્પા અને આસ્થા તો લગભગ દરેક માનવના જીવનમાં કેવા બળવાન ઉપચારની ગરજ સારે છે તે આપણા સહુના અનુભવની વાત છે. એ પ્રબલ ઉપચાર-શક્તિ સામાન્ય જીવદયાના પ્રસંગ કરતાં દાના ભગતવાળી આ ઘટનામાં સહસ્ત્રગણી પ્રબળ બની ગઇ હોવી જોઇએ. નહિ તો જીભે ચાટવાની ઉર્મિ કદિ ન આવે. ને આટલા પ્રાબલ્યની તાત્કાલિક અસર એ છોકરીના માથાના વ્યાધિ પર નીપજે તેમાં કસો યે અચંબો નથી.

તે જ મિસાલે દાના ભક્તે ઘોડાની જીભ સાંધ્યાનું દૃષ્ટાંત સમજીએ: શરીર–શાસ્ત્રીઓ કહે છે કે શરીરના સર્વ ભાગો કરતાં જીભનાં પરમાણુઓની રૂઝણ-શક્તિ ઘણી વધુ ત્વરિત છે. એનો જખમ ઝડપથી મળી જાય છે. તે ઉપરાંત ઘોડાની જીભના ટુકડાના રેવણ વખતે સંત દાનાની દયાશક્તિ પણ તીવ્રતાથી એ જીભનાં પુદ્ગલોને જોડાવાનું ગુપ્ત જોર આપી રહી હશે એ કલ્પવું કઠિન નથી. જગતના કોઇ પણ સ્થલ સાધન કરતાં આંતર્વૃત્તિનું કૌવત ઘણું અધિક હોય છે એ સુવિદિત છે. અંતઃકરણની શુદ્ધ દુવા, પ્રભુપ્રાર્થના, ઇત્યાદિનો પ્રભાવ માનવ-શરીર પર પડે જ છે, એમ બધા કબૂલશે. અને એવો જ પ્રભાવ વનસ્પતિ કે પશુજીવ પર પણ પડવો જ જોઈએ એમ માનવું, જગદીશ બોઝની શોધ પછીના આ સમયમાં લગારે કઠિન નથી. પાંચ મહાભૂતોના હૃદય–તાર પરસ્પર રણઝણી રહ્યા છે. એક તાર પર જરી કમ્પ થતાં જ અન્ય અનેક તારો ને એનાં આંદોલને હલાવી શકે છે. માત્ર એ હલનમાંથી સુસંવાદી સંગીત જન્માવવું હોય તો જેમ તારોની ગોઠવણ આવડવી જોઈએ, તેમ પ્રકૃતિનાં તમામ તત્ત્વોમાં આપણા હૃદય-સૂરોના ધ્વનિ જગવવા માટે પ્રકૃતિ અને આપણ બન્નેના આતમ–તારોની સૂરીલી ગોઠવણ જ આવશ્યક છે.

એ ગોઠવણ તદ્દન સાદી છે. દૃષ્ટાંત લઈએ: રતા ભક્તને ખેાળે રમવા સાવઝ આવ્યા. હિંસકોએ હિંસા મેલી સંતના ચરણ ચાટ્યા. એમાં કશો ચમત્કાર નથી. ભ્રાતૃભાવના તારોએ ત્યાં