પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

મધુરો મેળ લઇ લીધો. એજ રીતે દાનાના આતમ-તાર પૃથ્વીનાં પડ તળે વહેતી સરવાણી સાથે કાં ન મળ્યા હોય ? પછી એ સરવાણી બહાર નીકળી પ્રતિધ્વનિ કાં ન પાડે ? એમાં જાદુ કે ચમત્કાર કશું ય નથી. વિશ્વતત્ત્વોની રચના કોઇ ઘણા તારો વાળા વાદ્ય જેવી છે. એ તારો એક બીજાની પડખોપડખ છે. અનુકમ્પાયમાન છે. પણ એનો મેળ નથી મળ્યો હતો. મેળ મળે ત્યારે બેશક એ મનધાર્યું પરિણામ આપે. અજ્ઞાનીઓ એને પરચા કહે.

ચમત્કારોનાં પરિણામ

આટલે સુધી તો ચમત્કારનું વૈજ્ઞાનિકપણું આપણે ચર્ચ્યું. અને દલીલ ખાતર અથવા શ્રદ્ધાપૂર્વક માની પણ લઇએ કે કેટલાક સોરઠી લોકસંતોએ પ્રકૃતિના નિયમો સાથે આટલી હદ સુધીની એકતાનના સાધી હશે. પરંતુ તેથી શું એ સિદ્ધિનો ચમત્કારરૂપે ઉપયોગ થવો ઘટિત હતો ? ઈષ્ટ હતો ? એનું પરિણામ કેવું આવ્યું છે ? પ્રજાના માનસ પર એની અસર કેવી માઠી નીવડી છે ?

સંતોનાં વૃત્તાંતો વાંચતાં પરચાને લગતી આટલી વાતો તરી આવે છે:

૧. એક પછી એક દરેક માણસે પોતાના ગુરૂનો કાંઇક ચમત્કાર જોયા પછી જ એનું શિષ્યપદ સ્વીકાર્યું છે. તે સિવાય એ શિષ્યને ખરો વૈરાગ્ય આવ્યો જ નથી. ગુરૂના એકલા ચારિત્રના ગુણો દેખીને કોઈ ચેલો ખરેખરો ગળ્યો નથી.

૨. લોક સમુદાય પણ સંતના નર્યાં શિયળ–તપને અથવા ત્યાગ-સંયમને નમ્યો નથી. સંતની એકલી સમજાવટ કદિ વસ્તીએ માની નથી. એકલા જ્ઞાનને હૃદયપૂર્વક કાન દીધા નથી. એકલી નિર્વિકાર જીવન-દશા જોઇને જનતા પીગળી નથી. પણ એના એકાદ પરચા થકી અંજાઇ જઇ માથુ નમાવ્યું છે. કાં તો એના કોપનું બુરું પરિણામ કલ્પી ભય સેવીને સીધાં આચરણ કર્યા છે, અથવા એની માનતા માનવામાં ઈષ્ઠ ફળની સિદ્ધિ થવાથી એનો પ્રતાપ અંગીકાર કર્યો છે. પરિણામ એવું આવ્યું કે