પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

અંધશ્રદ્ધાને ઉત્તેજે છે, તેમજ એ અનર્થ માટે વપરાવાનો પણ ભય છે.

ગેારખો ભગત પોતાના જ ઉપર ત્રાસ વર્તાવનાર દરબાર નાજા કરપડાને, એના પરાજયને સમે એને નગ્નદશામાં પડેલો સાંભળી, લુગડાંની પોટલી લઈ એને પહેરાવવા ગયા, અથવા પોતાની ગાયો ચોરી જનારાઓને વાછરડાં પણ મોકલી દેવાની સૂચના કરી; એવી એની ક્ષમા-ભાવનાની પડખોપડખ જ્યારે આપણે સાંભળીએ છીએ કે એણે હોકાની નળી ફુંકાવીને થાનમાં બેઠે બેઠે મોરબીનો ગઢ પાડ્યો, ઘોડહાર તોડી તથા કુંવરને પછાડ્યો, ત્યારે આપણને બે જાતને અફસોસ થાય છે : એક તો પોતાની સિદ્ધિના આવા દુરૂપયોગ માટે, ને બીજો આવા કૂડા સામર્થ્યને નમન કરનારા લોકોને માટે. ગેરખાની સંત તરીકેની મહત્તા તો પેલા ક્ષમાના પ્રસંગેામાં ઝલકે છે, એ વૈર લઈ શકનારી સિદ્ધિમાં નહિ.

એજ દૃષ્ટિથી જાદરા ભગતને તપાસીએ: મેપા ભક્તની ચાકફેરણીના પ્રહારો ખાઇને પણ એણે મારનારના ચરણો ચૂમ્યા. એ એની મહાનુભાવતા : રાગદ્વેષાદિ શત્રુઓ પરનો એનો વિજય: પછી એણે બકરી જીવતી કરવાના કે મોઘરી સાટે ગાયો આપવાના પરચા ન બતાવ્યા હોય તો પણ એનું સંતપણું ઝાંખું નથી જ પડતું.

સાચા કે જુઠા, પરચા ન જ જોઇએ. સંસારમાં નંદન વન ઉતારે તે પણ ન જોઇએ. પ્રભુએ પાંચાલીનાં ચીર ન પૂર્યા હોત તો તેથી શું એ સતીનું સતીત્વ નિસ્તેજ થઇ જવાનું હતું ? પાંચાલીની હજારોની પુત્રીએાની શિયળ-લુંટને સમયે શ્રી પ્રભુ નથી પધારતા તેનું શું ? એ વસ્ત્રહરણનો જવાબ ઇશ્વરી વસ્ત્ર-પૂરણથી નહિ પણ ભીમની ગદા વડે અથવા અર્જુનના ગાંડિવ વડે થવો જોઇતો હતો.

નરસિંહ મહેતાને કારાગૃહમાં હાર ન મળ્યો હોત તો ? અથવા કુંવરબાઇનું મામેરૂ પ્રભુએ ન પૂર્યું હોત તો ? તો શું નરસિંહની ભક્તિમાં ન્યૂનતા ભણાત ?