પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી સંતો
 

કુંભારોએ દોટાદોટ કરી પોતાનાં કચરીઆં નળીયાં ઢાંક્યા, પણ એક મેપો નામનો કુંભાર તો માત્ર ઈશ્વર ઉપર જ આસ્થા રાખીને ઉભો થઇ રહ્યો. એટલાં બધાં નળીઆંના પથારા ઉપર ઢાંકવાનું મેપાની પાસે કંઇ સાધન જ નથી. મેપા કુંભારની ઈશ્વર ઉપરની આસ્થાની હાંસી કરનાર આપો રતો તો મોલડી ગામનો કાઠી ગલઢેરો હતો. ઠાકરની એ ઠેકડી જ કરતો.

એટલી વારમાં તો આકાશ માથે વિજળીનો કડાકો ગાજ્યો. વાદળી તૂટી. રતા દરબારે હસીને રીડ પાડી કે “લે મેપા, હવે બોલાવ તારા ઠાકરને. તે છતરી ધરે !”

“ઠાકરને રાખવું હશે તો એ...આની ઓથે ય રાખશે !” એટલું બોલીને મેપાએ પોતાના અંગનું કેડીયું ઉતારી નળીયાંના પથરા ઉપર ફગાવ્યું, અને મે'નાં અનરાધાર પાણી જ્યારે બીજાએાનાં નળીઆંને પલાળી તાણી ગયાં, ત્યારે મેપાનાં નળીઆં ઉપર છાંટો પણ ન પડ્યો; ચારે કોર છેટેથી જ પાણી ખળેળીને ચાલ્યાં જાય છે. મેપો આકાશ સન્મુખ બે હાથ જોડીને ઇશ્વરધ્યાનમાં તલ્લીન બનેલો ઉભો છે. અને રતા કાઠીનું શું થયું ? ઈશ્વરી ગેબની અંદરથી એને તો જાણે કે આજ આ કાદવ ખુંદનાર કુંભારની મારફત કોઇએ ઈશારો કર્યો. આભનાં નોતરાં ઉતર્યા.

સદ્દગુરૂએ સમજાવ્યું સાનમાં
બહુનામી, માર્યાં બાણ;
વિચા૨ કરૂં તો વેદના ભારી
એ જી મારે જળહળ પ્રગટ્યા રવિ ભાણ!
રણક ઝાલરી
ઝણણ વાગી રે !
એ જી મુને સંત મળ્યા રે સુહાગી
રણક ઝાલરી
ઝણણ વાગી રે !
એ જી મેં તો જોયું રે તખત પર જાગી
રણક ઝાલરી
ઝણણ વાગી રે !