પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી સંતો
 
દાદા ! કુવો રે હોય તો ત્રાગીએ
ઓલ્યા, સમદ૨ ત્રાગ્યા કેમ જાય!
દાદા ! ઢાંઢો રે હોય તો વેચીએ
ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય !
દાદા ! કાગળ હોય તો વાંચીએ
ઓલ્યા કરમ વાંચ્યાં કેમ જાય !
* * *

"એ આપા જાદરા ! અમે તારી ગા' કહેવાઈએ. ભલો થઈને મારી ઘોડી પાછી દઈ દે. હું તારાં પગું માં પડું છું.”

“ભણેં બાવાજી ! તું ઠાલો મફતનો રગરગ મા, ને ઘોડી તુંહે નૈં મળે. તાળે ભેખધારીને વળી રાંગમાં ઘોડું કેવાનું ?”

“અરે આપા, બીજું કાંઇ નહિ, પણ મેં ને મારા છોકરાંએ પોંચા કરડાવીને ઘોડીને ઉઝેરી છે. એ બાપ, હથેળીમાં પાણી લઈ મોટી કરી છે. અને હવે હું માગણી લેવા શી રીતે જઈશ ? મારાં બચળાં ખાશે શું ? "

“હવે ડખ ડખ કરતો ભાગ્યને આસેથી, ગોલકીના ! ભાગુ જા, નીકર પરોણો ખાઇશ.”

પાંચાળમાં થાન નામે ગામ છે. એ ગામમાં રતાનો જમાઈ જાદરો કાઠી રહે છે. આખા ગામને થરથરાવનાર એ જાદરો આજે એક ગરીબ બાવાની સુંદર ઘોડી ચોરી લાવ્યો છે અને અત્યારે બાવાજીની તથા જાદરાની વચ્ચે એ વાતની રકઝક ચાલે છે. પહેલેથી જ કમાડની આડશે ઉભી ઉભી આપા જાદરાની ઘરવાળી માંકબાઇ, રોટલા કરતી કરતી, એઠે હાથે આવીને આ વડચડ સાંભળતી હતી. પોતાનો ઘાતકી ધણી એ બાવાને સંતાપી રહ્યો છે એ દેખીને માંકબાઇનું અંતર કોચવાતું હતું. એમાં પણ જ્યારે જાદરાએ પરોણો ઉપાડીને બાવાને ઉલટો માર મારવાની તૈયારી કરી, ત્યારે તો કાઠીઆણી કંકુનાં