પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
૧૩
 

ઘડીએ એણે પગની ખડતાલ મારી તે વખતે એક ગાડા જેટલી ધુળ નાડા વા નાડા વામાં ઉડી પડી.

“આવો ! અાવો મોતીરામ ! આવો બાપા !” એમ ભગત પંપાળવા મંડ્યા, અને સાવઝ નાના ગલુડીયાની માફક ભગતના પગમાં આળોટતો આળોટતો હાથપગ ચાટવા મંડ્યો. ભગતે એ પશુના પગ ઝાલીને દાબતાં દાબતાં પૂછવા માંડ્યું કે “કાં બાપ ! નરસંગ ! ક્યાંય કાંટો બાટો તો નસેં લાગો ને ?”

ભગતના પગ ચાટીને અને ભગતને ખંભે પોતાનું માથું મેલીને સાવઝ પોતાનો થાપો ઉંચો કરે છે. ભગત નાનો ચીપીયો લઈને એક અાંગળી જેવડો લાંબો શુળો સિંહના પંજામાંથી ખેંચી કાઢે છે. સાવઝ એ કાંટો કાઢનારા હાથને અનોધા હેતથી ચાટવા મંડી પડે છે.

“હા, અને ભણેં મોતીરામ ! આજ ગંગારામ કીસે ગો ?” બીજી બાજુની ઝાડી સામે મ્હોં માંડીને સિંહ સમજાવે છે કે પોતાનો સાથી એ તરફની ગુફામાં બેઠો છે.

“ઇસે બેઠો છે ? ઠીક !” એમ કહીને ભગતે સાદ દીધો “ ભણેં ગંગારામ ! એ...ગંગારામ !”

અવાજ આવ્યો: અાં...ઉંહ...અાં !

“એ હાલો હાલો, મોતીરામ આદા સે. હાલો ધુણી ધખુ ગઈ છે. હાલો માળા જોંગધર, ઝટ હાલો ! નીકર ટાઢ્યના ઠરૂ રે'શો. ”

પૂછડું માથે લઈને બીજો સિંહ ઉતર્યો. ડુંગરાના પાયા જાણે હમણાં હલમલી હાલશે એવી ત્રાડ દેતો આવ્યો. અને બન્ને સિંહો ભગતના પગ પાસે ગલુડીયાં આળોટે તે રીતે આળેાટવા લાગી ગયા. જાણે પશુડાં સમજતાં હોય ને એ રીતે ભગત વાતોએ ચડ્યા. ધુણીની આસપાસ ત્રણે તપસ્વીઓનું જાણે મંડળ બંધાઈ ગયું. ભગત જીભથી બોલે છે, અને