પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
૧૫
 

આજ પોતાની સતી સ્ત્રીના બાપની ગુપ્ત સિદ્ધિ જોઈ લીધી. ઉઠીને, કાંઈ બોલ્યા ચાલ્યા વગર, જાદરો પ્રભાતે ભગતના પગમાં જેમ લાકડી પડે તેમ આખો ને આખો પડી ગયો. ભગત પણ કાંઈ બોલ્યા નહિ. જાણે કાંઈ જાણતા જ નથી.

ખભે ગોદડાના ગાભા નાખીને મામો ભાણેજ ગામમાં જવા ચાલી નીકળ્યા.

(૩)

“કોં બાપ જાદરા ! અટાણમાં કાણા સારૂ આંટો ખાધો ?”

“મામા, કાલ સાંજે વાછરૂ વગડામાં રહી ગયું 'તું તે ગોતવા નીકળ્યો'તો.”

એમ બીજે દિવસ પ્રભાતથી જાદરાએ રોજે રોજ સેાનગઢથી મોલડી સુધીનો પંથ શરૂ કરી દીધો. રોજ અંધારામાં ઉપડે છે. અને મહારાજ ઉગીને સામા થાય તે સમયે મોલડી પહોંચીને ભગતના ચરણમાં માથું ઝુકાવે છે. તૂર્ત જ પાછો ચાલી નીકળે છે. ભગત ઘણું કહે કે “ ભણેં ભાણેજ, છાશું” પીને પછેં જાજે. " પણ જાદરો રોકાતો નથી. એના અંતરનું બધું ય વિષ જાણે ઉતરી ગયું છે.

એમ રોજ રોજ કંઈક ને કંઈક બહાનાં બતાવીને જાદરાએ ચાર દિવસ ભગતને ફોસલાવ્યા. પણ પાંચમે દિવસે તો મામાએ કાંડું ઝાલીને પૂછ્યું “ભણેં જાદરા, નત્ય ઉઠુને દશ ગાઉનો પંથ કાણા સારૂ કરી રીયો છો ! ભણું નાખ્ય. ”

“કાંઈ નહિ મામા. તમણાં દર્શન સાટુ !”

"માળો દરશન ! માળો દરશન કર્યો કાણું વળવાનો ? માળો મોઢો તો બાપ, ખાસડે માર્યો જીમો છે. હવે કાલ્યથી આવીશ તો માર્યા વન્યા નહિ મેલું. ”

“મામા, મેં તો નીમ લીધો છે.”