પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સોરઠી સંતો
 


“નીમ કાણાનો ?”

“રોજ પ્રભાતે તમણાં દરશન કર્યા પછી જ મ્હોંમાં દાતણ નાખવાનો.

ખડ ! ખડ! ખડ! ખડ! દાંત કાઢીને ભગતે કહ્યું, "જાદરા! ઈમડો બધો દાખડો રે'વા દે. હું તુંહે મારગ દેખાડાં. તાળા જ થાન ગામમાં મેપો ભગત છે ને મેપો ?”

“મેપો કુંભાર ?”

“હા, ઈ મેપો પરજાપત છે ને, એને રોજ જઇને પગે પડજે, એટલે હું એમાં આવી રીયો. અમે બેય ગેબી બાવાના ચેલા છીએ. મેપાને પગે પડ, ઇ તુંહે પરમોદ દેશે.”

“અરે મામા, તમે આ શું બોલો છો ? મેપો ટપલો મોટો ભગત છે ?"

“હા ભાઇ, મેપો ટપલો. એનો ટપલો જેને માથે પડે છે, એનાં તો અંતરનાં કમાડ ઉધડુ જાય છે ભાઇ ! તું એની પાસે જા.”

અજાયબ થાતો થાતો જાદરો ચાલ્યો ગયો : મનમાં થયું કે ઓહોહો ! માળું કાદવ ખુંદનારો કુંભાર મોટો ભગત !

થાન ગામના કુંભારવાડામાં, માખણના પીંડા જેવા મુલાયમ ગારો ચડાવીને, મેપો કુંભાર પોતાની ફેરણી વતી ચાકડો ચક્કર ચક્કર ફેરવે છે, અને એ માટીના પીંડામાંથી એક પછી એક ધાટ ઉતારતો ઉતારતો ઈશ્વરનાં ભજનો લલકાર્યે જાય છે. ચાકડો ફરે છે, તેમાં ચૌદ-લોકનું ચક્ર ફરતું હોવાનું દર્શન કરી મેપો આનંદના ઉછાળા મારે છે. આ બ્રહ્માંડને ચાકડો ફેરવવા બેઠેલા કોઇ મહાન પ્રજાપતિની લીલા વર્ણવે છે, અને જેમ જેમ ઘાટ ઉતરતો જાય છે, તેમ તેમ પોતાની જુવાન દીકરીઓ ને જુવાન દીકરા-વહુઓ એ વાસણો સારી સારીને સૂકવવા લઇ જાય છે. કુંભારના કુળની જુવાન વહુદીકરીઓ વાને ઘાટે રૂડી-બહુજ રૂડી છે. શરીરો ગારામાં ગુરકાવ