પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સોરઠી સંતો
 

એક પછી એક ઓલીયા દુનિયાને અનાજ પૂરશે, તું તો રામદેપીરનો અવતાર છો ભાઈ !”

“હું તો રતા ભગતના પગની ધુળ છું મેપા ભગત ! મને એંકાર આવે એવું બોલો મા ! મને મારા પાપ ધોવા દ્યો.”

(૫)

"બાપુ! આજ ઘોડાં તરસ્યાં મરે છે."

“કેમ ?”

“આજ પાણી ઘેરવાની વેઠ્યનો વારો ઓલ્યા મેપા ભગતડાનો હતો. કોઈ દિ' વેઠ્યે નહોતો આવતો ને આજ ચાહીને લઈ આવ્યા. પણ મેપાએ તો એક જ માણ્ય ભરી લાવીને ટીપું ! ટીપું સહુ ઘેાડાં પાસે રેડી દીધું છે. બીજી વાર માણ્ય ભરી જ નથી આવ્યો.”

“આપણે ફરીવાર ઘોડાં ઘેરો તો !”

દરબારના ચાકરોએ ઘેાડાહારમાં કુંડીઓ ભરી ભરીને પાણી મેલ્યાં. પણ એકેય ઘોડું અંદર મ્હોં યે નથી બોળતું, બધાં પાણી પીને તૃપ્ત બનેલાં ઉભાં છે. ખાસાં મઝાનાં હણહણાટી મારતાં ઘાસ ખાય છે. દરબારને લાગ્યું કે મેપાની પાસે કોઈ મહાન સિદ્ધિ છે. મેપાને તેડાવીને દરબારે કહ્યું કે “ભગત, તમારા ઘરની વેઠ્ય આજથી બંધ છે.”

“ઠાકર તમારૂં ભલું કરશે.” એટલી દુવા દઈને મેપો ચાલ્યો ગયો.

મેપાનું ખોરડું ગરીબ, અને આંગણે રોટલો ઘણો બહોળો અપાય. સાધુસંત ત્યાંથી ભૂખ્યો પાછો નથી ફરતો. મેપાને અાશા આવી કે દરબારની અરજે જાઈશ તો વેરો પણ માફ થશે. જઈને દરબાર પાસે સવાલ નાખ્યો કે “બાપ, વેરો