પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૩૭
 

“બાપુ ! નવ લાખ ગાયું !”

“ઓહોહોહો ! નવ લાખ માતાજીયું ! ભણેં તવ્ય તો આ ગેાકળીયું ભણાય. અા તો નંદજીનો ગામ ગેાકળ ! વાહ વાહ ! અા તો મોટી જાત્રા ભણાય.”

“અરે બાપુ ! નવે લાખ અાંહી જ ઢળી પડશે. અાંહી પાણી ન મળે.”

“પાણી ન મળે ? ઈં તે કેદિ હોવે બા ! માતાજીને પુન્ય પરતાપે ઠાકર પાણી મોકલ્યા વિના રે' ખરે ? ધરતી માતા તો સદાય અમીએ ભરી છે. કુડું ભણો મા !”

એટલું બોલીને ભગતે ચારે બાજુ નજર કરી. અને એણે એક નાનો વાંકળો દીઠો.

“એ લ્યો બાપ ! ભણેં અા રહી નદી ! અાસે તો નકરો પાણી જ ભર્યો છે ને શું !”

“અરે બાપુ ! ઈ તો ખોડું નેરડું, નકરી વેળુ. સાત માથેાડેય પાણીનો છાંટો ન મળે.”

“ના બાપ, ઈવું ભણો મા. મંડો ખેાદવા. ગુપત ગંગા હાલી જાતી સે. હાં માળા બાપ ! સહુ સંપીને ઉધમ માંડો, એટલે ઠાકરને પાણી દીધા વન્યા છૂટકો જ નહિ. રોતલને કે દાળદરીને કાંઈ ઠાકર દેતો હોશે બાપા ?”

પોતે હાથ વતી વેકરો ખેાદવા લાગ્યા. હસતા હસતા ગામલોકો પણ મદદે વળગ્યા. ઘડીમાં તો ત્યાં વેકૂરની મોટી પાળ ચડી.

“એ જુઓ બાપ ! લીલો કળાણો !”

ભીનો વેકરો આવ્યો. કમર કમર જેટલું ખોદાણ કામ થયું. અને પાણી તબક્યું.

“હવે ખસુ જાવ બાપ ! અને માતાજીયું ને વાંભ કરુને બોલાવો. હવે ઠાકર પાણી નૈ દ્યે ને કિસે જાશે ?”