પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સોરઠી સંતો
 

એવી હાલત વાળા કુવા પર જઈને ભગતે સાદ કર્યો કે “ભણેં બાપ જોગીડાઓ ! ગધાડાંહીં આસેં આણો. આ સાતકોસીના ધોરીયામાં પાણી પાવ ! હાં બા૫ ૫ટલ ! કોસ કાઢવા મંડ્ય. તરસ્યા જીવડા પાણી પીને તોહેં દુવા દેશે. ”

દુ:ખી કણબી બોલ્યો “પણ બાપા ! કોસ પૂરો બુડતો યે નથી. શી રીતે કાઢું ?”

“ભણેં બાપ ! યામાં તો સેંજળ શેત્રુંજી હાલી જાતી સે. તું તારે કાઢવા માંડ્ય, તરસ્યાં જીવડાંની દુવાથી પાણી આવશે.”

કણબીએ કોસ જોડ્યો. ગધેડાં પાણી પીવા લાગ્યા. પહેલો કોસ, અને બીજે કોસે તો બળદને અને થાળાને એક હાથનું છેટુ એાછું થયું, ત્રીજે, ચોથે, ને પાંચમો કોસ નીકળે, ત્યાં ઓ કૂવો અરધે સુધી ભરાયો. અાંહી ગધેડાં ધરાયાં, ત્યાં ફૂવો છલકાયો.

“ જો ભણેં પટલ ! હું નોતો ભણતો, કે આ ગભરૂડાં જીવડાંની દુવાએં કરીને સારો થાય ! જે વાડીમાં પાણી વધુ ગો. અા કેની વાડી છે ?"

“બાપા ! આ વાડી ગોરખા ખુમાણની. ”

“અને એાલી ?”

“વીસામણ ખુમાણની !”

“અરેરે ! વીસામણની વાડીમાં પાણી ન મળે. કાણું કરવો?”

ગેારખા ખુમાણનો ખેાટો કૂવો જે વખતે સાત કોસી વાડી બને એટલો છલકાઈ ઉઠ્યો, તે વખતે પેલી સાતકોસી વાડીને તળીએ સાતે કોસ લાંબા થઈને સુઈ ગયા. સાત દુકાળે પણ અખૂટ રહે તેવાં એનાં નીર શોષાવા લાગ્યાં. કોસ પછડાય છે એવું લાગતાં કોસીઓ વાડીમાં નજર કરવા ગયો. જુવે છે કે કૂવાના ડારની અંદર થઈને તમામ પાણી પાતાળમાં ચાલ્યું જાય છે.