પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૪૭
 


“અરેરે ભાઈ ! આવો કાળો કામો કોણે કર્યો ! બાપડા અબોલ પશુ ઉપર આ જુલમ ! ભગવાન એનાં લેખાં લેશે ભાઈ ! પણ આ કટકા જીભની સાથે રેવી નો લેવાય ?”

“અરેરે બાપુ ! સેાનું રૂપુ રેવાય, પણ કાંઈ જીભ રેવાય !”

“પણ કાણા સાટુ નો રેવાય ? તું તો બાપ સેાની છે. તારો તો ઈ કસબ છે, લે ઝટ કર. ધઉંનો લોટ પલાળુને લાવો. તમારી ધમણી (ફૂંકણી) લાવો. લ્યો હું આ કટકો જીભ સાથે ઝાલી રાખું. અને તું બાપ ! આ લોટનો રેણ દઉ દે. ચારે ફરતો લોટ ચોંટાડુ, સાંધો કરૂ દે.”

લોટ ચોંટાડ્યો.

“લે બાપા હવે આ ફૂંકણીથી ફૂંક તો ! સાંધો મળુ જાશે, લે હું ફૂંકું !”

પોતે ફૂંકવા માંડ્યું. અને પછી સોની પાસે ફૂંકાવ્યું. જેમ જેમ ફૂંક લાગતી ગઈ તેમ તેમ ધાતુનો સાંધો મળી જાય એવો જીભનો સાંધો મળતો ગયો. જેવી હતી તેવી જીભ બની ગઈ. ઘોડો ઉભો થઈને હણહણ્યો. ભગતના હાથ પગ ચાટ્યા. છોકરાં ઘોડાની ડોકે બાઝી પડ્યાં. ઘડી પહેલાં કળેળાટ અને કાળો બોકાસો પાડનારાં માણસોને આનંદનાં અાંસુડે ભીંજાતાં ભાળી પરમ સંતોષ પામતા ભગત ચાલ્યા ગયા. પોતાના ચરણમાં પડનાર એ સેાનીને કહ્યું કે “ ભણેં બાપ ! માળે પગે હાથ શીદ નાખતો સો ? મેં કાણું કર્યો છે ! ઈ તો તાળો હાથકસબ, અને ઠાકરની દુવા : બેથી જ બન્યું છે ભા !”

(૧૦)

કાઠીઓના તરફ ભગતનું અંતર કોચવાયું હતું. એક દિવસ જેતપુરનો જેતાણી દાયરો કુંડલા ખુમાણોની પાસે જાય છે. રસ્તે ચલાળામાં દરબાર ભોકાવાળાને ઘેર ઉતારા કરે છે. પંદર