પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૪૯
 


કૂવાની પાળે મીરાંજી ધંધુકીયો ન્હાવા બેઠો. ભગતે ડોલ સીંચી સીંચીને મીરાંજીના માથા પર પાણી રેડ્યું. રેડતાં રેડતાં કહ્યું કે “તાળે માથે ઝાઝો મે વરસે બાપ ! માળી અાંતરડી ખુબ ઠરી છે !”

ઝાઝો મે, પણ ગલોલીનો : મીરાંજીને માથે એ મે બરાબર વરસ્યો. લૂંટારાઓ કુંડલે જતાં, રસ્તે નદીમાં વાધરીના વાડા આવ્યા વાઘરીએ વિચાર કર્યો; “રોજ શિયાળ મારૂં છું તે આજ તો આ કટકમાંથી જ એક ઢીમ ઢાળી દઉં. ” એવું વિચારી, ઝુંપડામાં બેઠાં બેઠાં, ઝુંપડાની સાંઠીએામાંથી - બંદૂકની નાળી બહાર કાઢી, ભડાકો કર્યો, મીરાંજી મોખરે હતો. એને જ ગોળી ચેાંટી. પોતાના જ લોહીમાં એ તરબોળ બનીને નહાયો.

x x x

અા દુષ્કૃત્યને કારણે આજ સુધી જેતપૂરના કાઠીઓ સામે ચલાળાની જગ્યાને અપૈયો છે. વચ્ચે લોભમાં પડી એક ભગતે જેતપૂર તરફથી હાથીની ભેટ સ્વીકારી હતી.

જેતાણી પાટીને જાણે એ દિવસેાની કદુવા લાગી હોય તેમ આજે એ કુળ પાયમાલ છે.

૧૧

ઈં છે ભણે ? શાદુળ ભગત ઢોલીઆ ભાંગતો છે ?”

“હા બાપુ ! સાચોસાચ ! શાદુળ ભગત જ્યારે ભજનમાં બેસે છે, હાથમાં કડતાળો લઈને જ્યારે ઈશ્વરની વાણી ઉપાડે છે, ત્યારે એ અગમની હારે એકાકાર થાય છે. એની આખી કાયા ઉછાળા મારે છે. અાંખો ઘેઘૂર બને છે. અને એ આવેશમાં એવું તો જોશ કરે છે, કે ગમે તેવો મજબૂત ઢોલીઓ પણ કડાક કરતો તૂટી પડે છે. ”

“એાહોહો ! રંગ છે એની ભગતીને બાપ ! એવા કેટલાક ઢોલીઆ તોડ્યા ? ”