પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સોરઠી સંતો
 

“કાંઈ પાર નથી રહ્યો બાપુ !”

“ભાઈ ! ભાઈ ! તવ્ય તો ભણેં માળે યાનાં દરશન કરુને રામ-રસ પીવો પડશે.”

“ભલે બાપુ ! આ વખતે તરૂણેતરને મેળે વાત.”

×પરબ વાવડીની જગ્યાના કાઠી સાધુ શાદુળ ભગતની ભક્તિ વિષે આપા દાનાએ આવી કૈં કૈં વાતો સાંભળી. અંતરમાં અચંબો થયો કે આ શી વાત ! ઈશ્વરના રંગમાં રંગાઈ ગયેલો પુરૂષ આટલો બધો કેમ ઉછાળો કેમ દેખાડે ! એની વૃત્તિઓ તો ઠરીને શીતળ થઈ જવી જોઈએ.

પાંચાળમાં થાન પાસે તરણેતરનો મેળો ભરાય છે, ત્યાં આપા દાના વરસોવરસ જાતા તેમ આ વખતે પણ ગયા, -શાદુળ ભગતને કહેવરાવ્યું કે “આપની પ્રભુ–વાણી સાંભળવી છે.”

શાદુળ ભગતને ખબર પહોંચેલા કે પોતે ઢોલીઓ કેમ ભાંગે છે તે જોવાની આપા દાનાને આકાંક્ષા છે. શાદુળના અંતરમાં અહંકારનો કોંટો ફૂટ્યો. એણે તે દિવસ રાતે ભજન જમાવ્યાં. શાદુળ ભગતનાં માણસોએ આપા દાનાને કહ્યું “ ભગત ! એક ઢોલીઓ મગાવી દ્યો.”

“ભલે બાપ !”

ઢોલીઆને બદલે ભરવાડના વાસમાંથી એક તકલાદી ખાટલી મગાવીઃ કહ્યું “લે બાપ શાદુળા પીર ! યાને માથે બેસ.”

શાદુળના સેવકો હસ્યા: “અરે આપા દાના ! આ ખાટલી ઉપર બેસીને ભજન શે' થાશે ! મોટા ઢોલીઆ ય ઝીંક નથી ઝાલતા ને ?”

“કાણું કરવો બાપ ! અાસેં ઢોલીઓ કમણ આપે ? ઈ તો ઠાકર ઠાકર ! ખાટલી ભાંગે ઈ યે કાંઈ ઓછી વાત છે બાપ ! હાં, ચલાવો. ”


×આ જગ્યાના સ્થાપક સંત દેવીદાસનું વૃતાંત્ત આગળ આવશે.