પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સોરઠી સંતો
 


“એ દાનો ભગત કોણ છે ?”

“ચલાળાનો કાઠી સંત છે.”

“મને મુલાકાત કરાવીશ ?”

“હું પૂછી આવું.”

હરસુરવાળો ચલાળે આવ્યેા. વિઠોબાની વાત કરી. બાળા ભોળા ભગતે જવાબ દીધો કે “ભણે બા ! માળે સૂબાની કાંઇ પડી નથ. હું સાધુ માણસ, સૂબાહીં મળવાનો મુંહે નો આવડે. આંહી ઠાકરની જગ્યામાં રસાલો રિયાસત કે છડી નિશાન ન હોય. ગરીબ સાધુડાં બી મરે."

“પણ બાપુ ! વિઠોબા આવ્યે અમને તમામને બહુ સારાવાટ થશે."

“તો ભણેં ભણ્ય યાને, કે સાદે પોશાકે એકલો આવવો હોવે તો આવે. ભેળા ચોપદાર ચપરાસી નો લાવે.”

દક્ષિણી બ્રાહ્મણને વેશે વિઠોબા ચલાળે આવ્યો. સત્તા અને સાયબી એણે ચલાળાના સીમાડા બહાર રાખી દીધાં. તે દિવસ શંકરાત હતી. બ્રાહ્મણો જગ્યામાં માગવા જતા હતા. વિઠોબા પણ એ ટોળામાં ભળીને ચાલ્યો. જાડપછેડીઓ સાદો ભગત, રોજની માફક, આજ પ્રભાતે પણ જયાને એાટે બેસીને જુવારના સુંડામાંથી બ્રાહ્મણ સાધુઓને ખેાબે ખેાબે જુવાર આપે છે. એને વિઠોબા દિવાન આવ્યાની જરાયે પરવા નથી. સહુની સાથે વડોદરાનો દિવાન પણ ઓટા સામે ઉભો છે. ભગત એના બોલાવ્યા વિના બોલતા નથી, એની સામે નજર પણ માંડતા નથી. વિઠોબાએ તો પોતાની સન્મુખ પ્રભુની સત્તાનો સુબો દીઠો.

સહુ બ્રાહ્મણ સાધુઓ ઝોળી ધરીને ભગતના ખોબામાંથી જુવાર લઇ રહ્યા છે, તે વખતે વિઠોબા પણ આવ્યો. સન્મુખ ઉભા રહીને એણે પોતાને દુપટ્ટો ધરી રખ્યો. બોલ્યા કે