પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૬૧
 


સન્મુખ ગીગલો ગાયોનું વાસીદું કરે છે. માથા પર છાણના સુંડા ઉપાડી ઉપાડીને ગીગલો એક ઠેકાણે ઢગલો કરે છે. માથે મે વરસે છે, તેથી સૂંડલો ચુવે છે. છાણના રેગાડા ગીગલાના મ્હોં ઉપર તરબેાળ ચાલ્યા જાય છે, એ દેખાવ જોઇને આપો વીસામણ બોલ્યા “આપા દાના, હવે તો હદ થઇ. હવે તો ગીગલાના માથેથી સુંડો ઉતરાવો ને !”

“આપા, તમે ય સમરથ છો. અને આજ જગ્યાને આંગણે અતિથિ છો. તમે જ ઉતરાવોને !”

આપા દાનાએ ગીગાને સાદ દીધો “ભણેં ગીગલા ! સુંડો ઉતારૂ નાખ. આસેં આવુંને આપા વીસામણને પગે લાગ.”

“બાપુ ! મારા હાથ છાણવાળા છે. અવેડે ધોઇ આવું.”

“ના ના બેટા, ધોવાની જરૂર નથ. ઇં ને ઇં આવ.”

ભોંઠો પડતો પડતો ગીગલો બગડેલે હાથે આવ્યો. આઘેથી બેય સંતોને પગે પડવા લાગ્યો. ત્યાં તો આપા દાનાએ એના છાણવાળા હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી લીધા ને કહ્યું “ગીગલા ! બાપ ! તારે બાવોજી પરસન છે. તું અમથી બેયથી મોટો. આજથી તું ગીગો નહિ, પણ ગીગડો પીર !”

પોતાને હાથે ભગતે ગીગાનું મ્હેાં લૂછી નાખ્યું. છાણના રેગાડા નીચે ઢંકાયલી વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી. એના અંતરમાં નવાં અજવાળાં થઇ ગયાં. આત્માનાં બંધ રહેલાં કમાડ ઉઘડી ગયાં.

ભગતે ગીગાની માતાને સાદ કરી બોલાવી. તે દિવસ જુવારની રાબ કરાવી. એ નીચી જાતનાં ગણાતાં ગધૈ મા-દીકરાને પોતાના જ ભેળું એક જ થાળીમાંથી ખવરાવ્યું. આપો દાનો લાખુ ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યા કે “માતાજી ! આ તારો બેટડો : ઠાકરનો બંદો થઇ ગયો. તુ માં પાપ નો'તું. તું