પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સોરઠી સંતો
 

તો ઓલીઆની જનેતા હતી. તુંને દૂભવતલ દુનિયા મહા પાપમાં પડી. લે હવે દીકરાની સિદ્ધિ દેખીને આંખ્યું ઠાર્ય, માવડી !”

“અને બાપ ગીગલા ! આજ આપણે ભેળાં બેસીને રાબડી ખાધી. એટલે આજથી ધરમની ધજા બાંધીને તું ભૂખ્યાં દુઃખ્યાંને રાબડી દેતો જા !”

ગીગા ભગતની જુદી જગ્યા બંધાણી, રાબ રોટલા હડેડાટ હાલવા લાગ્યા. ગાયોનું પણ ધણ બંધાઇ ગયું. એવામાં ઉત્તર હિન્દુસ્તાનમાંથી વિકરાળ ખાખી બાવાની એક જમાત જાત્રા કરતી ચલાળે આવી ઉતરી, અને તે સમયના રિવાજ પ્રમાણે આ જૂલ્મી બાવાઓએ દાના ભગતની જગ્યામાં માલપૂવાની રસોઇ માગી. તે વખતે દાના ભગતનો દેહ છૂટી ગયેલો. પોતે તો જતિ પુરૂષ હતા, એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો. તેમના કુટુંબી દેવો ભગત ગાદીએ હતા. આ ભગત કાઢી કાઢીને જે કોઇ આવે તેને એમ જ કહેતા કે “જાઓ ગીગલા પાસે !” એ જ રીતે ખાખી બાવાઓને પણ આપા દેવાએ ગીગા ભગતની જગ્યામાં મોકલ્યા. ગીગાએ તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી. ખાખીઓએ ખીજાઇને ભગતને બહુ કોચવ્યા, માર માર્યો, લૂંટી ઝુંટીને ખાઇ ગયા.

ચલાળામાં રહેવું હવે ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા. આંબા, અમરેલી, સીમરણ, અને ગિરમાં ચાચઈ, એમ જગ્યાઓ બાંધી બાંધીને છ વર્ષ કાઢી નાખ્યાં. ચાચઈમાં પણ દરબાર માણશીયાવાળાના ભાઇ વાજસૂરવાળાએ, ભગતની ગાયો પોતાની વાડીમાં પડવાથી ભગતના ટેલવાને માર્યો, તેથી ગીગા ભગતે સતાધાર નામના ગિર-ગામમાં જઇ જગ્યા બાંધી.

વીસાવદર ગામથી ત્રણ ગાઉ ઉપર ગિરના ડુંગરાની અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા આ સતાધાર