પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૬૫
 


હાટ સળગ્યું. તેલની કોઠી, ઘીના કૂડલા, કાપડ, તમામના ભડકા આકાશે ચડ્યા. આગ દુકાનને આંટો લઇ વળી.

ઉકો આવ્યો. જોતાંની વાર જ બધું સમજી ગયો. લોકોને કહ્યું કે “ભાઈઓ ! કોઈ એાલવવાની મહેનત કરશો મા. એ નહિ ઓલવાય.”

ઉકો દોશી જગ્યામાં આવ્યો. સામે જ ભગત બેઠા હતા. ભગત બોલ્યા “અરેરે ભણે ઉકા ! તાળે તો મોટી નુકશાની ગઇ !”

“આપા ! એ તો તમારો સાખીઆએ સાચી સાખ પૂરાવી. મારાં કૂડ મને ઠીક નડ્યાં. હવે મને એનો ઓરતો નથી. પણ મારે મૂડીમાં દીકરો પેટ ન મળે ! બહુ મુંઝાઉ છું, વંશ નહિ રહે !”

“ભણેં બાપ ! કાશીએ જા ! તીરથ ન્હા.”

“અરે આપા ! ઇ સાડા સાત સો ગાઉ હું એકલે પંડે શી રીતે પોગું ?”

“તયીં બાપ ! દ્વારકા જઇ આવ. રણછેાડરાય દેશે.”

“ના રે આપા ! એટલે બધે ય ન પુગાય !”

“તો બાપ ! પ્રાચી જઇ આવ. સાવ એારું.”

“ના ના. ત્યાં યે હું ન પોગું.”

“તો તુળશીશ્યામ જા, લે ઠીક ? સાવ એારૂં. સવારે જઇને સાંજે પાછા વયો આવ્ય.”

“અરે આપા ! ઈ તો ગર્ય : વચમાં દીપડા ને બાઘડા આવે !”

“તયીં બાપ, કાંઈ તીરથ નાયા વિના દીકરા થાય ?”

ઉકો દોશી જગ્યાને અવેડે નહાયો. નહાઇને આવી આપા દાનાને ફરતા ચાર આંટા દીધા. આપાએ પુછ્યું :

“કાં બાપ ?”